મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત મોરબીની વી.સી.ટેકનિકલ હાઇસ્કુલ ખાતે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અનુદાનથી સંસ્કૃત કક્ષનું લોકાર્પણ ગણેશોત્સવ બનશે જનસેવાનો મહોત્સવ: હળવદ કા રાજા ગણપતિ પંડાલમાં કાલે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ મોરબી જીલ્લામાં ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોને ઓનલાઈન નોંધણી કરાવવા તંત્રનો અનુરોધ મોરબીના સરદારનગર સોસાયટીના ગણેશ ઉત્સવમાં ત્રિવિધ કાર્યક્રમ યોજાયો મોરબીમાં દુકાનમાંથી 40 શંકાસ્પદ મોબાઈલ ફોન સાથે વેપારીની અટકાયત હળવદના દેવીપુર ગામે યુવતી અને મોરબીના નીચી માંડલ ગામ પાસે કારખાનાના કવાર્ટરમાં યુવાનનો ગળાફાંસો ખાઈને આપઘાત
Breaking news
Morbi Today

વાંકાનેરના લેન્ડ ગ્રેબિંગના ગુનામા આરોપીની આગોતરા જમીન અરજી કોર્ટે ફગાવી


SHARE





વાંકાનેરના લેન્ડ ગ્રેબિંગના ગુનામા આરોપીની આગોતરા જમીન અરજી કોર્ટે ફગાવી

વાંકાનેર શહેરમાં દુકાન પચાવી પડી હોવાથી લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધાયો હતો અને દુકાનના મલીકને ગાળો આપીને ધમકી આપી હતી જે કેસમાં આરોપી જલાલભાઈ વલીભાઈ પરાસરાઆગોતરા જામીન અરજી કરી હતી જો કે, ફરિયાદીના વકીલની દલીલને ધ્યાને રાખીને મોરબી સેસન્સ કોર્ટ દ્વારા આગોતરા જામીન અરજી ફગાવવામાં આવી છે

વાંકાનેરમાં ફરીયાદી રસુલ હાજીભાઈ માથકીયાએ ફરીયાદ કરેલ હતી કે, આ કામના આરોપીઓએ ફરીયાદીની માલીકીની વાકાનેર શહેરમાં જીનપરા મેઈન રોડ પર આવેલ સર્વે નંબર ૩૦૦૨ પૈકી ચે.ફ.ચો.મી. ૯૫-૭૮ સે.મી.ચો.વા. ૧૧૫ વાળી પાકી દુકાન સબંધના નાતે વાપરવા આપી હતી જે દુકાન આરોપીઓએ પચાવી પાડવાના આશયથી કબજો કરી લીધો હતો અને વપરાશ કરતા હતા જેથી કરીને ફરીયાદીએ આરોપીઓને આ દુકાન ખાલી કરી સોંપી આપવા જણાવતા ફરીયાદીને ગાળો બોલી મારવા દોડી એક બીજાને ગુન્હામાં મદદગારી કરેલ હતી જેથી વાંકાનેર સીટી પોલીસે આરોપીઓ વીરુદ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતીબંધ કાયદાની કલમ-૪(૩),૫(સી) મુજબ તથા ઈ.પી.કો કલમ ૫૦૪, ૧૧૪ મુજબનો ગુનો નોંધાયો હતો આ કેશના મુખ્ય આરોપીએ આગોતરા જામીન પર મુકત જવા કોર્ટમાં અરજી કરેલ હતી ત્યારે ફરીયાદીના વકીલ દીલીપ અગેચાણીયાઆગોતરા જામીન અરજી રદ કરવા વાંધા રજુ કરવા રોકાયેલ હતા આ કામે બન્ને પક્ષકારો ત૨ફેની દલીલ સાંભળી ફરીયાદી તરફના વાંધા માન્ય રાખી મુખ્ય આરોપીના આગોતરા જામીન અરજી રદ કરતો હુકમ કર્યો હતો. આ કામમાં ફરીયાદી તરફે મોરબી જીલ્લાના સીનીયર ધારાશાસ્ત્રી દીલીપભાઈ અગેચાણીયા, જીતેન અગેચાણીયા, સુનીલ માલકીયા, જે.ડી.સોલંકી, મોનીકાબેન ગોલતર રોકાયેલા હતા.

 




Latest News