મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

શિક્ષક કભી સાધારણ નહિ હોતા : ટંકારાના હરબટીયાળી ગામના શિક્ષિકાએ ગામની બજાર બોલતી કરી


SHARE







શિક્ષક કભી સાધારણ નહિ હોતા : ટંકારાના હરબટીયાળી ગામના શિક્ષિકાએ ગામની બજાર બોલતી કરી

મોરબી જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ તેમજ ચિત્રકૂટ એવોર્ડ મેળવનાર ટંકારા તાલુકાની હરબટીયાળી પ્રાથમિક શાળાના શિક્ષિકા ગીતાબેન સાંચલા દ્વારા "બોલતી બજાર" નો નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે.શાળા સમય બાદ તેમજ વેકેશનના સમયમાં બાળકો રમતા રમતા શીખે તે હેતુથી ગીતાબેન દ્વારા ગામની બજારની દીવાલોમાં વિવિધ વિષયોના પાયાગત કન્ટેન્ટને આવરી લઈને પેઇન્ટિંગ કરવામાં આવ્યું છે. જેમાં ચારેય ભાષા માટે મૂલાક્ષરોથી લઈ તમામ પાયાગત વિષયવસ્તુ તેમજ ગણિત,પર્યાવરણ અને સામાજિક વિજ્ઞાનનું વિષયવસ્તુ બાળકો રમતા રમતા તેમજ હાલતા ચાલતા શીખે તે રીતે દીવાલો સજાવવામાં આવી છે. આ ઉપરાંત બાળકો માટે સાપસીડી, લુડો, ચેસ, ઇસ્ટો વગેરે જેવી રમતો તેમજ સેલ્ફી પોઇન્ટ પણ બનાવવામાં આવ્યા છે.

દીવાલોને ખખડાવતા જાણે સહજ રીતે બોલતી હોય તેવું લાગે તેવો પ્રયોગ ગીતાબેન દ્વારા કરવામાં આવ્યો છે.હરહંમેશ આવી નાવીન્યપૂર્ણ કામગીરી કરતા ગીતાબેન દ્વારા કરાયેલ આ કામગીરીની તમામ લોકોએ પ્રશંસા કરી હતી. શિક્ષક ધારે તો શું કરી શકે તે ખરેખર આજ ગીતાબેનના પ્રયોગ દ્વારા ચરિતાર્થ થતું જણાય છે.બોલતી બજારના લોકાર્પણ સમયે ટંકારા તાલુકાના પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ અને બી.આર.સી.કો ઓર્ડીનેટર કલ્પેશભાઈ ફેફર, સી.આર.સી.કૌશિકભાઈ ઢેઢી, ગામના સરપંચ સરોજબેન દેવરાજભાઈ સંઘાણી શાળાના આચાર્ય મગનલાલ ઉજરીયા, શિક્ષક મહેશભાઈ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને ગીતાબેનના કાર્યને બિરદાવ્યું હતું






Latest News