મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

વડાપ્રધાને સ્વાગતના લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલી સંવાદ કર્યો: મોરબી જિલ્લામાંથી કલેક્ટર સહિતના જોડાયા


SHARE







વડાપ્રધાને સ્વાગતના લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલી સંવાદ કર્યો: મોરબી જિલ્લામાંથી કલેક્ટર સહિતના જોડાયા

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ર૦૦૩ માં લોકપ્રશ્નો અને રજૂઆતોના ટેક્નોલોજીના ઉપયોગથી નિવારણ માટે શરૂ કરાવેલા ‘‘સ્ટેટ વાઇડ એટેન્શન ઓન ગ્રીવન્સીસ બાય એપ્લીકેશન ઓફ ટેક્નોલોજી’’ સ્વાગતને સફળતાપૂર્ણ ર૦ વર્ષ પૂર્ણ થવા પ્રસંગે સ્વાગત’ ના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. ત્યારે વડાપ્રધાનના આ પ્રેરણા સંદેશનું બાયસેગ’ ના માધ્યમથી ગ્રામ્ય કક્ષા સુધી જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. અને વડાપ્રધાનએ સ્વાગતની આ બે દાયકાની સફળતામાં નિષ્ઠાપૂર્વકનો પરિશ્રમ કરનારા અને પ્રજાપ્રશ્નોના નિવારણમાં સહયોગી બનેલા કર્મયોગીઓ સહિત સૌને અભિનંદન પાઠવ્યા હતા.

વડાપ્રધાને કહ્યું કેબે દાયકાની સ્વાગતની આ સફળતા ઇઝ ઓફ લિવીંગ અને રીચ ઓફ ગવર્નન્સ દ્વારા ગુડ ગવર્નન્સના ગુજરાત મોડેલની એક વૈશ્વિક પહેચાન બની ગઇ છે સ્વાગતને મળેલા યુ.એન એવોર્ડઇ-ગવર્નન્સ એવોર્ડ અને ભારત સરકારના ગોલ્ડ એવોર્ડ જેવા પુરસ્કારોની ભૂમિકા આપતાં ઉમેર્યુ કેસફળતાનો સૌથી મોટો એવોર્ડ તો એ છે કે અમને સ્વાગત’ દ્વારા લાખો લોકોની સમસ્યાપીડાદુવિધા દૂર કરવાની સેવા તક મળી છે. તેમજ પ્રગતિ’ કાર્યક્રમને પરિણામે પાછલા ૯ વર્ષોમાં વિકાસ કામોની ગતિમાં પ્રગતિએ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. લોકતંત્રની સફળતાનું મહત્વપૂર્ણ ત્રાજવું એટલે પબ્લિક ગ્રીવન્સીસ રિડ્રેસલ સિસ્ટમ સમગ્ર દેશમાં દાયકાઓ સુધી સરકારોમાં એવી માન્યતા હતી કે બની-બનાવેલી નીતિઓના આધારે જ વ્યવસ્થાઓ ચાલતી એનો ઉલ્લેખ કરતાં વડાપ્રધાનએ ગૌરવ સહ જણાવ્યું કે ગુજરાતે સ્વાગતના માધ્યમથી આ આખીયે સોચ બદલવાનું કામ કર્યુ છે.

તેમણે સ્વાગતના ર૦૦૩ના વર્ષના પ્રથમ રાજ્ય સ્વાગતના લાભાર્થી સહિતના લાભાર્થીઓ સાથે વાતચીત કરીને સ્વાગતની સાર્થકતા-યથાર્થતા પણ લોકો સમક્ષ મૂકી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કેસમયથી બે ડગલા આગળ ચાલીકંઈક નવું જ વિચારી પ્રજાના હિતમાં ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવો તે વડાપ્રધાનની ખાસિયત છે. ૨૦૦૩માં જ્યારે દેશમાં ઓનલાઇન ફરિયાદ નિવારણ માટેની ટેકનોલોજી વિશે વાતો થતી હતી ત્યારે વડાપ્રધાનએ સ્વાગત ઓનલાઇન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમ શરૂ કરાવી દીધો હતો. આ કાર્યકર્મથી નાગરિકોને યોજનાકીય લાભો મળ્યા છે અને તેમના જીવનમાં ઉજાસ પથરાયો છે. સામાન્ય માનવીની રજૂઆતો- સમસ્યાના સમાધાન માટેની ટેકનોલોજી આધારિત આ વ્યવસ્થાને વૈશ્વિક પ્રતિષ્ઠા મળી છે.  અત્રે ઉલેખનીય છે કે, સ્વાગત સપ્તાહ દરમ્યાન રાજ્યજિલ્લાતાલુકા અને ગ્રામ સ્વાગતમાં કુલ ૪૩ હજાર ઉપરાંત રજૂઆતો મળી હતી તેમાંથી ૯૩ ટકા એટલે કે ૪૦ હજાર પાંચસો ઉપરાંત સમસ્યાઓનું નિવારણ આવ્યું છે. મોરબી જીલ્લા કલેકટર જી.ટી. પંડ્યા સહિતના અધિકારીઓ વીડિયો કોન્ફરન્સ હાજર રહ્યા હતા






Latest News