મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીમાં પોલીસ દ્વારા આયોજિત સમર કેમ્પમાં વિદ્યાર્થીઓને પ્રાથમિક સારવાર અંગે માર્ગદર્શન અપાયું


SHARE







મોરબીમાં પોલીસ દ્વારા આયોજિત સમર કેમ્પમાં વિદ્યાર્થીઓને પ્રાથમિક સારવાર અંગે માર્ગદર્શન અપાયું

સ્ટુડન્ટ પોલીસ કેડેટ (SPC) યોજના અંતર્ગત મોરબી જિલ્લાના વિદ્યાર્થીઓ માટે પોલીસ વિભાગ દ્વારા ૨૪ એપ્રિલથી ૩૦ એપ્રિલ સુધી સમર કેમ્પનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.આ સમર કેમ્પ અન્વયે આજરોજ તા. ૨૮ એપ્રિલના રોજ વિદ્યાર્થિઓ માટે સવિશેષ સોમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સેમીનારમાં ગોકુળનગર પ્રાથમિક શાળાના આચાર્ય વિનોદભાઈ ગોધાણી દ્વારા તમામ વિદ્યાર્થીઓને વિવિધ શિષ્યવૃત્તિઓને લગતી પરીક્ષાઓ અને  સ્પર્ધાત્મક  પરીક્ષાઓની તૈયારીઓ કેવી રીતે કરવી તથા ધો. ૧૦ અને ૧૨ પછીના વિવિધ અભ્યાસક્રમોની માહિતી વિગતવાર આપવામાં આવી હતી. તો મોરબીની શિવમ હોસ્પિટલના એમ.ડી. ડો. પ્રહલાદ ઉઘરેજા દ્વારા વિદ્યાર્થીઓને પ્રાથમિક સારવાર અંગે પ્રાથમિક સારવારના તબક્કાપ્રાથિમક સારવાર આપવાની પદ્ધતિઓ વગેરે માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત વિદ્યાર્થીઓને પ્રાથમિક સારવાર અંગેનું ડેમોસ્ટ્રેશન પણ આપવામાં આવ્યું હતું. આ સેમીનારમાં પી.આઈ. પ્રકાશભાઈ દેકાવડિયા તથા અન્ય પોલીસ કર્મચારીઓ અને પોલીસ સ્ટુડન્ટ કેડેટ યોજના હેઠળના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા






Latest News