મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

હળવદમાં પત્ની સાથે બોલાચાલી બાદ રેલવેની ઇલેક્ટ્રીક લાઇન ઉપર ચડી ગયેલ યુવાનને શોટ લગતા સારવારમાં મોત


SHARE







હળવદમાં પત્ની સાથે બોલાચાલી બાદ રેલવેની ઇલેક્ટ્રીક લાઇન ઉપર ચડી ગયેલ યુવાનને શોટ લગતા સારવારમાં મોત

હળવદના ભવાનીનગર ઢોરામાં રહેતા યુવાનને તેની પત્ની સાથે ઘરકામ બાબતે સામાન્ય બોલાચાલી થઈ હતી જેથી કરીને લાગી આવતા તે ઘરની નજીકથી નીકળતી રેલવે ઈલેક્ટ્રીક લાઈનના થાંભલા ઉપર ચડી ગયો હતો ત્યારે તે યુવાનને ઇલેક્ટ્રીક શોટ લાગ્યો હતો જેથી કરીને થાંભલા ઉપરથી નીચે પડતા તેને નાના મોટી ઈજા થઈ હોવાથી તેને સારવારમાં લઈ ગયા હતા તેને સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી આ બનાવની હળવદ તાલુકા પોલીસે નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી વિગત પ્રમાણે હળવદમાં આવેલ ભવાનીનગર ઢોરા વિસ્તારમાં રહેતા મનસુખભાઈ બાબુભાઈ વાઘેલા જાતે દેવીપુજક (૩૦) થોડા દિવસો પહેલા ભવાનીનગર ઢોરા પાસેથી પસાર થતી રેલવેની ઇલેક્ટ્રીક લાઈનના થાંભલા ઉપર ચડી જતા તેને ઇલેક્ટ્રીક શોટ લાગ્યો હતો જેથી કરીને મનસુખભાઈ થાંભલા ઉપરથી નીચે પટકાતા તેને શરીરે નાના મોટી ઈજાઓ થઈ હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા અને સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવ અંગેની કરસનભાઈ સુરાભાઈ વાઘેલા જાતે દેવીપુજક (૪૦)એ હળવદ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની તપાસ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનના બી.એમ.આલ ચલાવી રહ્યા છે અને પોલીસના કહેવા મુજબ મૃતક યુવાનને ઘરકામ બાબતે તેની પત્ની સાથે બોલાચાલી થઈ હતી જેથી કરીને લાગી આવતા તે પોતાની જાતે તેના ઘર પાસેથી પસાર થતી રેલવેની ઇલેક્ટ્રીક લાઈનના થાંભલા ઉપર ચડી ગયો હતો અને તેને શૉટ લાગતા નીચે પડવાથી ઇજાઓ થઈ હતી અને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું છે જેથી કરીને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News