મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

વાંકાનેરના રાતીદેવળી નજીક જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સ પકડાયા


SHARE











વાંકાનેરના રાતીદેવળી નજીક જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સ પકડાયા

વાંકાનેર નજીક રાતીદેવળીની સીમમાં લાઈટના અજવાળે જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે ત્રણ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે ૧૫,૭૦૦ ની રોકડ સ્થળ ઉપરથી કબજે કરી હતી અને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર નજીક આવેલ રાતીદેવળી ગામની સીમમાં લાઈટના અજવાળે જુગાર રમતા હોવાની વાંકાનેર સિટી પોલીસની ટીમને બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરતા હનીફભાઈ નૂરમહંમદભાઈ હિંગોરા (૩૮), જાવીદભાઈ હસનભાઈ શેરસીયા (૩૫) અને ગુલામ હુસેનભાઇ અમીનભાઈ સેરસિયા (૪૫) જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી ૧૫,૭૦૦ ની રોકડ કબજે કરી હતી અને તેની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વરલી જુગાર

માળીયા મીયાણાના વાગડિયા ઝાંપા પાસે વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની બાતમી મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં જુગની રેડ કરવામાં આવતા સ્થળ ઉપર દોસમહમદ મામદભાઈ કટિયા જાતે મિયાણા (૪૮) રહે. જુના રેલવે સ્ટેશન વાડા વિસ્તાર વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યો હોય પોલીસે ૫૨૦ રૂપિયાની રોકડ કબજે કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.






Latest News