મોરબી મહાપાલિકાની 52 બેઠકો માટે ભાજપના આગેવાનોમાં ભારે ઉત્સાહ: દરેક વોર્ડમાંથી એવરેજ 30 થી 40 આગેવાનોએ કરી ટિકિટની માંગણી મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો મોરબી તાલુકાના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં એસ.ઓ.જી.ની ટીમે આરોપીને દબોચ્યો મોરબીના જેતપર ગામે હનુમાનજી મંદિરનું પુનર્નિર્માણ કરાયું, સામાજિક સમરસતાનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો અપમૃત્યુના 4 બનાવ: હળવદ-માળીયા તાલુકામાં પાણીમાં ડૂબી જવાથી બે લોકોના મોત, અરણીટીંબા ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું સારવારમાં મોત: વાંકાનેરમાં ઉલ્ટી બાદ વૃદ્ધનું મોત મોરબી જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ૨૬મી એપ્રિલે મતદાન: ૮૬૧ મતદાન મથકો નિર્ધારિત કરાયા મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે કલેક્ટરના અધ્યક્ષસ્થાને નોડલ અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ મોરબી જીલ્લામાં મહાપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયત અને પાલિકાઓની ચૂંટણી પારદર્શી વાતાવરણમાં સંપન્ન કરવા તંત્ર સજ્જ
Breaking news
Morbi Today

મોરબીના શ્રી રંતીદેવ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ તથા જિલ્લા વાલ્મિકી સમરસતા સમિતિ દ્વારા સમૂહલગ્નનું આયોજન


SHARE











મોરબીના શ્રી રંતીદેવ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ તથા જિલ્લા વાલ્મિકી સમરસતા સમિતિ દ્વારા સમૂહલગ્નનું આયોજન

મોરબીના શ્રી રંતીદેવ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ તથા મોરબી જિલ્લા વાલ્મિકી સમરસતા સમિતિ દ્વારા આગામી માસમાં સમૂહલગ્નનું આયોજન કરવામાં આવેલ છે અને તેના માટે દાતાઓને સહયોગ માટે અપીલ કરવામાં આવેલ છે.

શ્રી રંતિદેવ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી અને મોરબી જીલ્લા વાલ્મીકિ સમરસતા સમિતિ  દ્રારા વાલ્મીકિ સમાજના દિકરા-દિકરીઓ માટે નવમા સમુહ લગ્નોત્સવનુ આગામી તા.૨૧-૫ ના રોજ સાંજે આયોજન કરવામાં આવનાર છે.જેમાં દાતાઓના સહયોગથી દિકરીઓ માટેના કરીયાવરની વસ્તુઓની વ્યવસ્થા થઇ ગયેલ છે.જોકે મંડપ, લાઈટ, વિડિયો શુટીંગ, પત્રિકા, માઈક અને પાણીની વ્યવસ્થા બાકી છે આથી‌ જે કોઇ લોકો વાલ્મીકિ સમાજની કન્યાઓના સમુહલગ્નમાં યોહદાન આપવા ઈચ્છતા હોય તેઓએ ટ્રસ્ટી બકુલ પુરબીયા (મો.99099 99812), સુભાષ પુરબીયા (મો.79842 29085), શંકરભાઈ વાઘેલા (મો.95375 80353) અથવા જયંતિ પઠાણ (મો.98253 71399) નો સંપર્ક કરવો તેમ યાદીમાં જણાવાયેલ છે.

આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર

૨૨ એપ્રિલ એટલે કે "વિશ્વ પૃથ્વી દીવસ"નાં અનુસંધાને વક્તૃત્વ સ્પર્ધામાં "પૃથ્વી પરનાં પર્યાવરણને બચાવવા હું શું શું કરી શકુ ? તે બાબતે  કેટેગરી મુજબના પ્રશ્નોનો જવાબ આપતો વિડીયો બનાવીને સ્પર્ધામાં ભાગ લેવા અપીલ કરાયેલ છે.ગુજરાત કાઉન્સિલ ઑન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર પ્રેરિત "આર્યભટ્ટ" લોક વિજ્ઞાન કેન્દ્ર-મોરબી દ્વારાં ૨૨ માટી એપ્રિલ વિશ્વ પૃથ્વી દિવસનું સામાજિક અને રાજનીતિક મહત્વ છે.પરંતુ તેનું વૈજ્ઞાનિક અને પર્યાવરણ સંબંધી મહત્વ જ છે.આપણે એકલા અને સામૂહિક રૂપે ઘરતીને બચાવવામાં ફાળો આપી શકીએ છીએ.આમ તો આપણે દરેક દિવસ પૃથ્વી દિવસ માનીને તેના બચાવ માટે કંઈકને કઈક કરતાં રહેવુ જોઈએ.પરંતુ પોતાની વ્યસ્તતામાં વ્યસ્ત માણસ જો વિશ્વ પૃથ્વી દિવસના દિવસે જ થોડુ ઘણુ યોગદાન આપે તો ઘરતી ના કર્જને થોડુ ઉતારી શકે છે માટે વિશ્વ પૃથ્વી દિવસે-૨૨ એપ્રિલ વક્તૃત્વ સ્પર્ધામાં "પૃથ્વીનાં પર્યાવરણને બચાવવા માટે હું શું શું કરી શકું" અંગેનો બે થી ત્રણ મીનીટ નો વિડીઓ બનાવીને કેટેગરી મુજબ જવાબ મોકલીને સ્પર્ધામાં ભાગ લેવા માટે તા.૨૨-૪ રાતના નવ સુધીમાં એલ.એમ.ભટ્ટ (મો.98249 12230) અથવા દિપેનભાઈ ભટ્ટ (મો.97279 86386) પૈકી કોઇપણ એક નંબરમાં મોકલી આપવા યાદીમાં જણાવાયેલ છે.






Latest News