મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં મતદારયાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ ૨૩ એપ્રિલ સુધી ચાલશે


SHARE











મોરબી જીલ્લામાં મતદારયાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ ૨૩ એપ્રિલ સુધી ચાલશે

ગત તા. ૧/૪/૨૦૨૩ ની  લાયકાતની તારીખમાં જાહેર કરેલ ફોટાવાળી મતદાર યાદી  સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૩ અન્વયે નવા ચૂંટણીકાર્ડ કાઢવા, હયાત ચૂંટણીકાર્ડમાં નામ સુધારા-વધારા કરવા, સ્થળાંતરના તથા અવસાનના કિસ્સામાં નામ કમી વગેરે ચૂંટણીકાર્ડને લગતી વિવિધ કામગીરી માટે તા. ૨૩/૦૪/૨૦૨૩ ના રોજ જિલ્લાની ત્રણેય વિધાનસભા મતવિભાગમાં સમાવિષ્ટ તમામ કુલ ૯૦૫ મતદાનમથકો ખાતે બુથ લેવલ ઓફિસરઓ દ્વારા ફોર્મ ભરવામાં આવનાર છે.

જે અંતર્ગત મોરબી જિલ્લાના તમામ નાગરીકોને મતદારયાદીમાં નામ સુધારા કરવા તથા તા.૦૧/૦૪/૨૦૨૩ ના રોજ જેમના ૧૮ વર્ષ પૂર્ણ થતા હોય તેઓ મતદારયાદીમાં નામ નોંધાવી શકશે. મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૩ અંતર્ગત હક્ક-દાવા અને વાંધા સ્વીકારવાની તારીખ ૨૩/૦૪/૨૦૨૩ સુધી લંબાવવામાં આવેલ છે. તથા તા.૨૩/૦૪/૨૦૨૩ એ SSR-2023 અંતર્ગત છેલ્લા ઝુંબેશના દિવસે રવિવાર હોય તમામ નાગરિકો તેમના મતદાન બુથ પર જ તેમના બી.એલ.ઓ. નો સંપર્ક કરી મતદારયાદીમાં નોંધણી, કમી, સુધારા-વધારા માટેનું જરૂરીયાત મુજબનું ફોર્મ ભરી શકશે તેમ નાયબ ચૂંટણી અધિકારી એસ. એમ. કાથડની યાદીમાં જણાવાયું છે.






Latest News