મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

હળવદમાં જોગડ થયેલ ડબલ મર્ડરના ગુના પોલીસે ત્રણ આરોપીની કરી ધરપકડ


SHARE







હળવદમાં જોગડ થયેલ ડબલ મર્ડરના ગુના પોલીસે ત્રણ આરોપીની કરી ધરપકડ

મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં જોગડ ગામે ઢોર ચરાવાની બાબતે કોળી સમાજના બે જુથ વચ્ચે મારામારી થઈ હતી જેમાં બનાવમાં બંને પક્ષના એક એક વ્યક્તિની હત્યા થઇ હતી જેથી ડબલ મર્ડરની હળવદ પોલીસને બંને પક્ષની સામસામી ફરિયાદ નોંધાવવામાં આવી હતી આ ગુનામાં પોલીસે હલમ ત્રણ આરોપીની ધરપકડ કરેલ છે અને કાયદાના સંઘર્ષમાં આવેલા એક બાળકીશોર સામે પણ કાયદેસરની કાર્યવાહી કરેલ છે

હળવદના જૂની જોગડ ગામે તા 12 ના રોજ સાંજે ઢોર ચરાવવા બાબતે માથાકૂટ થઈ હતી અને તેમાં એક જ જ્ઞાતીના બે જુથ સામસામે આવી ગયા હતા અને મારા મારી થઈ હતી જેમાં બંને પક્ષના એક એક વ્યક્તિને ગંભીર ઇજાઓ થઈ હોવાથી તે બંનેના મોત નિપજ્યાં હતા અને ડબલ મર્ડરની ઘટના બનેલ હતી જે બનાવમાં એક પક્ષેથી જોગડ ગામે આવેલ રામેશ્વરમાં રહેતા ભીમજીભાઇ બચુભાઈ મુલાડીયા જાતે કોળી (૪૦)એ નવઘણભાઈ સીધાભાઈ કોળી સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેના ભાઈ રઘુભાઈ બચુભાઈ મુલાડીયા જાતે કોળી (૪૫) સાથે આરોપીને રસ્ત ઉપરથી ઢોર હાંકવાં બાબતે બોલાચાલી થઈ હતી અને બાદમાં આરોપીએ તેના ભાઈને માથાના ભાગે અને કાનની નીચેના ભાગમાં લાકડાના ધોકા વડે માર માર્યો હતો જેથી કરીને તેનું મોત નીપજયું હતું

તો સામા પક્ષેથી જૂની જોગડ ગામે રહતા પ્રહલાદભાઈ સીધાભાઇ જિંજવાડીયા (૩૩)એ સુનિલ રણજીત મુલાડીયા, વિશાળ રણજીત મુલાડીયા અને જયદીપ ઉર્ફે રવિ દિનેશ મુલાડીયા તેમજ અન્ય એક એમ કુલ મળીને ચાર સામે ફરિયાદ કરી હતી જેમાં તેને જણાવ્યુ હતું કે, આરોપના કૌટુંબિક રઘુભાઈ સાથે ફરિયાદીના ભાઈ નવઘણને બોલાચાલી થઈ હતી અને બાદમાં મારા મારી થઈ હતી જેમાં રઘુભાઈનું મોત નીપજયું હતું જેનો ખાર રાખીને આરોપીઓએ ધોકા અને પાઇપ વડે નવઘણ ઉપર હુમલો કરીને તેની હત્યા નિપજાવી હતી આમ પોલીસે હત્યાની સામસામી ફરિયાદ લઈને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ હતા જો કે, એક ફરિયાદમાં આરોપી નવઘણ છે જેની હત્યા કરવામાં આવી છે જો કે, બીજી ફરિયાદ જે ચાર સામે નોંધાઈ હતી તે પૈકીનાં સુનિલ રણજીત મુલાડીયા, વિશાળ રણજીત મુલાડીયા અને જયદીપ ઉર્ફે રવિ દિનેશ મુલાડીયાની હળવદ પોલીસે ધરપકડ કરેલ છે અને એક આરોપી બાળકિશોર હોવાથી તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે




Latest News