મોરબી: રાપર-મણાબા વચ્ચે અકસ્માતમાં ઘવાયેલ યુવાનનું સારવાર દરમ્યાન મોત ટંકારાના મોટા રામપર ગામે નારીચાણીયા હનુમાનજી મંદિરે હનુમાન જયંતિ ઉજવાઇ મોરબીમાં ફાયરના વાહનોમાં ઝડપથી પાણી ભરી શકાય તે માટે નવા 5 પોઈન્ટની વ્યવસ્થા ઊભી કરાઇ મોરબીમાં નકલી દૂધ-નકલી પનીરનું વેચાણ થતું હોવાનું ગ્રાહક સુરક્ષા મંડળે કરી કમિશનરને રજૂઆત મોરબીમાં બાબા સાહેબ આંબેડકરજી-મહાત્મા જ્યોતિબા ફૂલેજીની જન્મજયંતિ નિમિત્તે સંગીત સંધ્યાનું આયોજન મોરબી જીલ્લામાં 89 પોલીસ કર્મચારીઓની બદલી મોરબીના કેળવણી નિરીક્ષક શિક્ષણ વય નિવૃત થતા વિદાયમાન અપાયું મોરબીના મોડપર ગામે હનુમાન જયંતિના દિવસે હનુમાન મંદિરે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના ઊંચી માંડલ ગામ પાસેથી અરવલ્લીથી ગુમ થયેલ યુવતી તેના પ્રેમી સાથે મળી આવી


SHARE











મોરબીના ઊંચી માંડલ ગામ પાસેથી અરવલ્લીથી ગુમ થયેલ યુવતી તેના પ્રેમી સાથે મળી આવી

અરવલ્લીની વતની યુવતી તેના વિસ્તારમાંથી ગુમ થઈ ગઈ હતી જેથી તેના પરિવાર દ્વારા અરવલ્લી પોલીસમાં જાણ કરવામાં આવી હતી અને બાતમીના આધારે અને ટેકનિકલ માધ્યમની મદદથી અરવલ્લી પોલીસ તપાસના કામે મોરબી આવી હતી અને અહીંના ઉંચી માંડલ ગામેથી યુવતી તેના પ્રેમી સાથે મળી આવી હતી જોકે યુવતીએ તેના પ્રેમી સાથે જવાની ઈચ્છા દર્શાવતા પોલીસે તેણીને તેના પ્રેમીને સોંપી આપી હતી.

મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ અરવલ્લીના પીએસઆઇ જી.આર.ચૌધરી તપાસના કામે મોરબી આવ્યા હતા અને ત્યાં દાખલ થયેલ જાણવા જોગ નંબર ૧૦/૨૩ ના કામે ગુમ થયેલ હનીબેન મહેન્દ્રસિંહ લાખુસિંહ રાજપુત નામની ૨૦ વર્ષની યુવતી ગુમ થઈ હતી અને તેની તપાસ દરમિયાન ખાનગી બાતમી અને ટેકનિકલ માધ્યમોથી મળેલ માહિતીના આધારે તેઓ મોરબી આવ્યા હતા અને મોરબીના ઊંચી માંડલ ગામે આવેલ સિમોરા ટાઇલ્સ નામના યુનિટ નજીક તપાસ કરવામાં આવતા સ્થાનિક પોલીસને સાથે રાખીને કરવામાં આવેલ તપાસમાં અરવલ્લી ખાતેથી ગુમ થયેલ હનીબેન મહેન્દ્રસિંહ રાજપૂત તેના પ્રેમી ગોવિંદ જશુભાઈ પરમાર (ઉમર ૨૪) રહે.મેરાટીજવા ગામ તા.બાખુ જીલ્લો અરવલ્લી સાથે મોરબીમાંથી મળી આવી હતી.જેથી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લાવીને યુવતીના પિતાની હાજરીમાં તેણીની પુઠપરછ કરવામાં આવતા હનીબેને પોતાના પિતા સાથે જવાની ના પાડીને પ્રેમી સાથે જ રહેવાની ઈચ્છા દર્શાવતા પોલીસે હાલ તેણીને તેના પ્રેમને સોંપી આપી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.

યુવાન સારવારમાં

હળવદના આનંદ બંગલો વિસ્તાર ખાતે રહેતા નરેન્દ્ર રણછોડભાઈ પટેલ નામના ૪૫ વર્ષના યુવાનને વાહન અકસ્માતના બનાવમાં ઈજા થતા સારવાર માટે મોરબીના સામાકાંઠે આવેલ શિવમ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો બનાવ સંદર્ભે જાણ થતા પોલીસે તપાસ હાછ ધરી હતી અને તેમાં ખુલ્યું હતું કે હળવદના રણમલપુર પાસે બાઈક લઈને જતા સમયે બાઇક સ્લીપ થઈ જવાના બનેલ બનાવમાં નરેન્દ્રભાઈને ઈજા પહોંચતા તેને સારવાર માટે મોરબી લવાયો છે.

યુવાન સારવારમાં

મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં આવેલા ટીકર ગામે રહેતા રોશનભાઈ રાજારામભાઈ ઠાકોર નામના ૨૦ વર્ષના યુવાનને વાહન અકસ્માતમાં ઇજા થતાં તેને પણ સારવાર માટે મોરબીના સામાકાંઠે આવેલી શિવમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો અને બનાવ અંગે પોલીસમાં જાણ કરવામાં આવી હોય બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરતા ટીકર ગામે આવેલ પેટ્રોલ પંપ નજીક બાઇક સ્લીપ થઈ જવાના બનેલા અકસ્માત બનાવમાં ઇજા થતા રોશનભાઈને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો






Latest News