મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના કયા તાલુકામાં પડ્યો સિઝનનો સૌથી વધુ વરસાદ ?


SHARE







મોરબી જિલ્લાના કયા તાલુકામાં પડ્યો સિઝનનો સૌથી વધુ વરસાદ ?

મોરબી જિલ્લામાં છેલ્લા દિવસોથી ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે અને ગઇકાલે આખા દિવસમાં મોરબી જિલ્લાના પાંચમાથી ચાર તાલુકામાં અડધા થી લઈને બે ઇંચ જેટલો વરસાદ પડ્યો છે અને હાલમાં પણ વરસાદી માહોલ છે ત્યારે મેઘરાજા મન મૂકીને મોરબી જિલ્લા ઉપર મહેર કરે તેવી લાગણી ખેડૂતો સહિતના લોકો વ્યક્ત કરી રહયા છે

મોરબી જીલ્લામાં છેલ્લી ૨૪ કલાકમાં ટંકારામાં સૌથી વધુ બે ઇંચ વરસાદ પડ્યો છે જો કે, હળવદમાં પોણા બે ઇંચ, વાંકાનેરમાં એક ઇંચ અને મોરબીમાં એક ઇંચ વરસાદ પડ્યો છે જો કે, માળીયા તાલુકામાં છેલ્લી ૨૪ કલાકમાં વરસાદ નોંધાયો નથી અને જો મોસમના કુલ વરસાદની આંકડાકીય માહિતી ઉપર નજર કરીએ તો મોરબી ૧૪.૫ ઇંચ, વાંકાનેર તાલુકામાં ૧૪.૫ ઇંચ, હળવદ તાલુકામાં ૧૪.૨૮ ઇંચ, ટંકારા તાલુકામાં ૧૮.૨૮ ઇંચ અને માળીયા તાલુકામાં ૯ ઇંચ વરસાદ નોંધાયો છે




Latest News