મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીના લખધીરપુર રોડે યુવાનની હત્યા કરનારા આરોપી જેલ હવાલે


SHARE







મોરબીના લખધીરપુર રોડે યુવાનની હત્યા કરનારા આરોપી જેલ હવાલે

મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ કારખાનાની ઓરડીમા રહેતા યુવાને પાડોશમાં રહેતા પરિવારની મહિલા સાથે બીભત્સ ચેડાં કર્યા હતા જેથી કરીને તેનો ખાર રાખીને મહિલાના પતિએ યુવાનના ગાળા ઉપર છરી થી ઘા ઝીકિને તેની હત્યા કરી નાખી હતી જેથી કરીને મૃતક યુવાનના સંબંધીની ફરિયાદ લઈને પોલિસે આરોપીની ધરપકડ કરેલ હતી જે આરોપીને જેલ હવાલે કરવામાં આવેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના લખધીરપુર રોડ ઉપર હોટેલ વૈભવ હોટલ નજીક આવેલ રેડિયન્ટ નામના કારખાનામાં લેબર ક્વાટર્સમાં મજૂર યુવાન જ્ઞાનેન્દ્ર હરવંશ મિશ્રા (૨૭) મૂળ રહે, મધ્યપપ્રદેશ હાલમાં રહે રેડીયન્ટ સિરામિક વાળાના હત્યા કરી હતી આ બનાવમાં મૃતક યુવાનના બનેવીના ભાઈ નીરાજભાઈ જવાહરભાઇ પાંડે (૩૫) રહે, મધ્યપપ્રદેશ હાલમાં રહે રેડીયન્ટ સિરામિક વાળાની ફરિયાદ લીધેલ હતી જેમાં તેને જણાવ્યુ છે કે, આરોપી બારીવાલા કુશલભાઈભાઈ ટૂંડું જાતે સંતેલી (૨૩) રહે, રેડીયન્ટ સિરામિક વાળાની પત્નીને બે દિવસ પહેલા મૃતક યુવાને બીભત્સ ઇશારા કર્યા હતા તેથી આરોપી સાથે ઝઘડો થયો હતો જેનો ખાર રાખીને તેની હત્યા કરી નાખી છે હાલમાં પોલીસે આરોપી બારીવાલા કુશલભાઈભાઈ ટૂંડું જાતે સંતેલી (ઉમર ૨૩) રહે, રેડીયન્ટ સિરામિક વાળાની ધરપકડ કરેલ હતી આ આરોપીને જેલ હવાલે કરવામાં આવેલ છે.




Latest News