મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાનું સારવાર દરમિયાન મોત મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં સિરામિક ટ્રેડર્સ એસો. દ્વારા કાર રેલી યોજાઈ, બે-ત્રણ દિવસમાં આંદોલનનો સુખદ અંત આવે તેવી શકયતા મોરબી મચ્છુ-૨ ડેમમાં ન્હાવા પડેલા બે પૈકી એક યુવાનનું ડુબી જવાથી મોત વાંકાનેરના જેતપરડા ગામે માસુમ સેવા ફાઉન્ડેશ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો મોરબીમાં હિન્દુ સામ્રાજ્ય દિવસ નિમિત્તે રવિવારે ભવ્ય બાઇક મશાલ રેલીનું આયોજન મોરબીના ગુંગણ ગામ નજીક બાઈક જેસીબી સાથે અથડાતા યુવાનનું મોત મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાને ગંભીર ઈજા, પ્રૌઢ રાજકોટ સિવિલમાં સારવાર હેઠળ  માળીયા મીયાણાના ઘાટીલા ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવતીનું સારવાર દરમિયાન મોત
Breaking news
Morbi Today

મોરબીના જીવાપર ગામે ખુલ્લા ખેતરમાં જુગાર રમતા છ શખ્સોની ૧.૦૩ લાખના મુદ્દામાલ સાથે ધરપકડ


SHARE









મોરબીના જીવાપર ગામે ખુલ્લા ખેતરમાં જુગાર રમતા છ શખ્સોની ૧.૦૩ લાખના મુદ્દામાલ સાથે ધરપકડ

મોરબી તાલુકાના જીવાપર ગામની સીમમાં ખુલ્લા ખેતરમાં જુગાર રમતા હોવાની બાતમી તાલુકા પોલીસની ટીમને મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે જુગાર રમતા છ શખ્સો મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી ૧૦૩૦૫૦ ની કિંમતનો મુદ્દા માલ કબજે કર્યો હતો અને તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી તાલુકાના જીવાપર ગામની સીમમાં ખુલ્લા ખેતરમાં જાહેરમાં જુગાર રમતા હોવાની તાલુકા પોલીસ સ્ટેશનના જયદેવસિંહ ઝાલા, દિનેશભાઈ બાવળીયા, દિવ્યરાજસિંહ જાડેજા તેમજ પંકજભા ગુઢડાને બાતમી મળી હતી જેના આધારે પોલીસે જીવાપર ગામ પાસે આવેલ ખુલ્લા ખેતરની જગ્યામાં જુગારની રેડ કરી હતી ત્યારે નરસીભાઈ ચકુભાઈ પટેલ (૬૦), અરવિંદભાઈ બેચરભાઈ પટેલ (૪૭), વસંતભાઈ હરજીવનભાઈ પટેલ (૪૩) રાજેશભાઈ ભવનભાઈ પટેલ (૪૮), કલ્પેશભાઈ ગોવિંદભાઈ પટેલ અને રમેશભાઈ બાલુભાઈ પટેલ (૪૮) જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી રોકડા ૧,૦૩,૦૫૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી આ કામગીરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ કે.એ. વાળા ની સૂચના મુજબ તાલુકા પોલીસની ટીમ દ્વારા કરવામાં આવી હતી






Latest News