મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાનું સારવાર દરમિયાન મોત મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં સિરામિક ટ્રેડર્સ એસો. દ્વારા કાર રેલી યોજાઈ, બે-ત્રણ દિવસમાં આંદોલનનો સુખદ અંત આવે તેવી શકયતા મોરબી મચ્છુ-૨ ડેમમાં ન્હાવા પડેલા બે પૈકી એક યુવાનનું ડુબી જવાથી મોત વાંકાનેરના જેતપરડા ગામે માસુમ સેવા ફાઉન્ડેશ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો મોરબીમાં હિન્દુ સામ્રાજ્ય દિવસ નિમિત્તે રવિવારે ભવ્ય બાઇક મશાલ રેલીનું આયોજન મોરબીના ગુંગણ ગામ નજીક બાઈક જેસીબી સાથે અથડાતા યુવાનનું મોત મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાને ગંભીર ઈજા, પ્રૌઢ રાજકોટ સિવિલમાં સારવાર હેઠળ  માળીયા મીયાણાના ઘાટીલા ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવતીનું સારવાર દરમિયાન મોત
Breaking news
Morbi Today

મોરબીમાં ૪૦.૫૧ લાખનો દારૂનો જથ્થો મંગાવનાર આરોપીની ધરપકડ


SHARE









મોરબીમાં ૪૦.૫૧ લાખનો દારૂનો જથ્થો મંગાવનાર આરોપીની ધરપકડ

મોરબી તાલુકાના લીલાપર ગામની સીમમાં આવેલ ગોડાઉનની ઓરડીમાં વિદેશી દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે ગોડાઉનની ઓરડીમાંથી ૮૯૮૮ બોટલ દારૂ મળી આવતા પોલીસે ૪૦.૫૧ લાખથી વધુનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આ ગુનામાં દારૂ મંગાવનાર મુખ્ય આરોપીની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે ગત સપ્ટેમ્બર મહિનામાં મોરબીના લીલાપર ગામ પાસે રાધે પાર્ટી પ્લોટની પાછળના ભાગમાં આવેલ ગીર ગાય ગૌશાળા એન્ડ ડેરી ફાર્મની બાજુમાં આવેલ ગોડાઉનની ઓરડીમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી ૮૯૮૮ બોટલ દારૂ મળી આવ્યો હોય પોલીસે ૪૦,૫૧,૮૦૦ ના મુદામાલ સાથે મિત ચૌહાણની ધરપકડ કરી હતી ત્યારબાદ આ ગુનામાં દિપકસિંહ ખોડુભા વાઘેલા રહે, મોરબી ચેતનસિંહ રવિન્દ્રસિંહ ચૌહાણ રહે, સનાળા રોડ મોરબી અને સોનારામ દુદારામ કડવાસરા જાતે જાટ રહે. રાજસ્થાન વાળાઓની ધરપકડ કરવામાં આવી હતી જોકે આ ગુનામાં છેલ્લા છ મહિનાથી દારૂનો જથ્થો મંગાવનાર આરોપી ચંદ્રસિંહ સરદારસિંહ ઝાલા રહે. લજાઈ તાલુકો ટંકારા વાળો નાસતો ફરતો હોય તે આરોપી મોરબી નજીકની રવિરાજ ચોકડી પાસે હોવાની હકીકત મોરબી પેરોલ ફર્લો ટીમના જયવંતસિંહ ગોહિલ પૃથ્વીરાજસિંહ જાડેજા અને દશરથસિંહ ચાવડાને મળી હતી જેના આધારે પોલીસે રવિરાજ ચોકડી પાસેથી ચંદ્રસિંહ સરદારસિંહ ઝાલા જાતે દરબાર (૩૦) રહે લજાઈ તાલુકો ટંકારા વાળાની ધરપકડ કરેલ છે






Latest News