મોરબીમાં ભારતી વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા સ્મશાનની પવિત્ર ભૂમિ ઉપર તિરંગો લહેરાવીને સલામી અપાઈ મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન
Breaking news
Morbi Today

મોરબીમાંથી પસાર થતી મચ્છુ-૨ની કેનાલમાં ગટરની ગંદકી બંધ કરવા મુખ્યમંત્રીને રજૂઆત


SHARE







મોરબીમાંથી પસાર થતી મચ્છુ-૨ની કેનાલમાં ગટરની ગંદકી બંધ કરવા મુખ્યમંત્રીને રજૂઆત

મોરબીમાં રવાપર ચાર રસ્તાથી મચ્છુ-૨ની જે મેઈન કેનાલ આવેલ છે તેમાં હાલમાં ગટરનું પાણી નાખવામાં આવી રહ્યું છે જેથી કરીને આગામી સમયમાં લોકોના સ્વાસ્થ્ય અને ખેતી બંનેને નુકશાન થાય તેવી શક્યતા છે જેથી કરીને તેને બંધ કરવવા માટે સ્થાનિક અધિકારીઓએ દ્વારા કોઈ કામ કરવામાં આવતું નથી જેથી કરીને યોગ્ય આદેશ કરવા મોરબીમાં રહેતા ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને રજૂઆતમાં કરેલ છે

હાલમાં જે રજૂઆત કરવામાં આવી છે તેમાં જણાવ્યુ છે કે, મોરબીના મચ્છુ- ૨ ડેમથી ખેડૂતોને સીંચાઈનું પાણી આપવા માટે જે કેનાલ બનાવવામાં આવી છે તે મેઈન કેનાલ રવાપર ગામ પાસે આવેલા રહેણાંક વિસ્તારમાંથી પસાર થાય છે અને છેલ્લા એક મહિનાથી કેનાલમાં સિંચાઈ માટે અપાતું પાણી બંધ કરવામાં આવેલ છે. અને હાલમાં આ કેનાલમાં ગટરનું પાણી છોડવામાં આવી રહ્યું છે જેથી કરીને લોકોના સ્વાસ્થ્યને તેમજ ખેતીને નુકશાન થાય તેમ છે તો પણ ગટર નું પાણી બંધ કરાવવામાં આવી રહ્યું નથી જેથી મચ્છરનો ઉપદ્રવ પણ વધી રહ્યો છે અત્રે ઉલેખનીય છે કે, આ બાબતે સ્થાનિક લોકોએ સિંચાઈના અધિકારી, પાલિકાના ચીફ ઓફીસર, તેમજ રવાપરના સરપંચ સહિતનાઓને રજુઆતો કરવામાં આવેલ છે. તો પણ તેનું નિરાકારણ કરવામાં આવ્યું નથી જેથી કરીને હવે સીધી જ મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે  જો હવે કામ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ના છૂટકે સ્થાનિક લોકોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે રજુઆતો કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે






Latest News