મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના નિમા એસો.ના ડોક્ટરોએ જાણીતા વૈદ્ય મહેન્દ્રસિંહ સરવૈયાની સાથે કરી ગોષ્ઠિ-સંભાષણ


SHARE







મોરબીના નિમા એસો.ના ડોક્ટરોએ જાણીતા વૈદ્ય મહેન્દ્રસિંહ સરવૈયાની સાથે કરી ગોષ્ઠિ-સંભાષણ

મોરબી ખાતે આયુર્વેદ કથા કરવા આવેલ જાણીતા વૈદ્ય મહેન્દ્રસિંહ સરવૈયાએ નિમા-મોરબીના ડૉકટર મિત્રોના આગ્રહવશ રોકાણ લંબાવીને પોતાનો અમૂલ્ય સમય ગોષ્ઠિ માટે ફાળવ્યો હતો.આ પ્રસંગે મોરબી નિમા પ્રમુખ ડૉ.હાર્દિક જેસ્વાણીએ વૈદ્ય મહેન્દ્રસિંહનું શાલ ઓઢાળી સ્વાગત-સન્માન કરેલ અને મોરબીના પ્રખ્યાત નગર દરવાજાની ઘડિયાળ યાદગીરી રૂપે ભેટ આપેલ.અષ્ટાંગ આયુર્વેદ ધામ તળાજાનાં પ્રખ્યાત વૈદ્ય મહેન્દ્રસિંહ સરવૈયા શુદ્ધ આયુર્વેદ ચિકિત્સા કરે છે.કોરોના સમયે પોતાની સરકારી નોકરીના સ્થળે આયુર્વેદ સારવારથી આખા ગામમાંથી એકપણ મૃત્યુ ન થવા દીધેલ. ત્યારબાદ ઘણા બધા મ્યુકર-ફંગસનાં દર્દીઓને વગર ઓપરેશને સંપૂર્ણ સાજા કરેલ. હાલ તેઓ તળાજા ખાતે અષ્ટાંગ આયુર્વેદ ધામ નામે સંકુલ ચલાવે છે. 

વૈદ્ય મહેન્દ્રસિંહને સાંભળવા સિનિયર ડૉ.બી.કે.લહેરૂ, ડૉ.શાંતિલાલ ગોપાણી, ડૉ.જયેશ રામાવત, ડૉ.પરીક્ષિત જોબનપુત્રા, ડૉ.સંજય નિમાવત, ડૉ.ધર્મેશ ગામી, ડૉ.રમેશ ડાભી વગેરે હાજર રહેલ.તે ઉપરાંત ડૉ.કૌશિક કાલરીયા, ડૉ. ધનરાજ મોદી, ડૉ.ધર્મેન્દ્ર ધોરીયાણી, ડૉ.ડાર્વિન પટેલ, ડૉ.કૌશિક ગોસ્વામી, ડૉ.ચિરાગ વિડજા, ડૉ.તરૂણ પટેલ, ડૉ.હર્ષ અંબાસણા, ડૉ.અભિષેક પટેલ, ડૉ.પરેશ ડાભી, ડૉ.અંકિતા ભીમાણી, ડૉ.મનોજ ભાડજા, ડૉ.કશ્યપ શેરસીયા, ડૉ.મિલન ઓગણજા વિગેરેએ પ્રશ્નોતરી કરેલ.નિમાના મેમ્બર્સ ડોકટરો માટે આ પ્રકારની જ્ઞાનવર્ધક ગોષ્ઠિઓનું આયોજન શરૂ રાખવા પ્રમુખ ડૉ.હાર્દિક જેસ્વાણી દ્વારા જણાવવામાં આવેલ છે.






Latest News