મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

આરટીઇ  શિક્ષણ અધિકાર યોજના અન્વયે મોરબી જિલ્લામાં રાજ્ય સરકારે ૮,૯૪૧ બાળકોની ૧૦.૨૭ કરોડ જેટલી ફી શાળાઓને ચૂકવી


SHARE







આરટીઇ  શિક્ષણ અધિકાર યોજના અન્વયે મોરબી જિલ્લામાં રાજ્ય સરકારે ૮,૯૪૧ બાળકોની ૧૦.૨૭ કરોડ જેટલી ફી શાળાઓને ચૂકવી

અંદાજિત ૨.૭૦ કરોડ રૂપિયા ગણવેશ તથા અન્ય સહાય રૂપે વિદ્યાર્થીઓને ચૂકવ્યા ૧૬૫ શાળાઓમાં વિદ્યાર્થીઓને યોજના હેઠળ લાભ મળ્યો


આધુનિક યુગમાં જો માણસ શિક્ષિત ન હોય તો તેને જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ભણતર માણસના જીવનમાં ખૂબ જરૂરી છે. ગરીબમાં ગરીબ માણસ પણ પોતાના બાળકોને ભણાવી ગણાવી અધિકારી બનાવવાના સપના પૂરા કરવા તનતોડ મહેનત કરે છે. શાળામાં મેળવેલ શિક્ષણ બાળકના જીવનમાં ઘણી મહત્વની ભૂમિકા ભજવે છે. શિક્ષણ દ્વારા મેળવેલું જ્ઞાન બાળકને આત્મ નિર્ભર બનાવે છે. શિક્ષણ બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે ખૂબ જરૂરી છે.


આજનું બાળક આવતીકાલનું ભવિષ્ય છે તેના ઘડતરમાં કોઈપણ પ્રકારની ઉણપ કે કચાશ રહી જાય તો ચાલે નહીં, માટે શિક્ષણને વધુ પ્રાધાન્ય આપી રાજ્ય સરકાર દ્વારા વર્તમાન બજેટમાં રૂ.૪૩,૬૫૧ કરોડની સૌથી વધુ ફાળવણી કરવામાં આવી છે. ગરીબ અને આર્થિક રીતે નબળા પરિવારોમાં શિક્ષણની જ્યોત પ્રજવલિત રહે તે માટે રાજ્ય સરકાર આરટીઇ યોજના હેઠળ ગરીબ વિદ્યાર્થીઓને સરકારી ખર્ચે ખાનગી શાળામાં ભણવાની શ્રેષ્ઠ તક આપી રહી છે. આરટીઇ એક્ટ અંતર્ગત ગુજરાત રાજ્યની તમામ ખાનગી શાળામાં કુલ બેઠકોની ૨૫% બેઠકો અનામત રાખી પ્રવેશ આપવામાં આવે છે. જેમાં વાલીએ પ્રાઇવેટ સ્કુલની ફી ભરવાની રહેતી નથી. બાળકોની ફી નો ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવે છે તદ ઉપરાંત બાળકને દર વર્ષે સ્કૂલબેગ, યુનિફોર્મ, બુટ, પુસ્તકોની સહાયરૂપે બાળકના બેંક ખાતામાં રૂા.૩૦૦૦ આપવામાં આવે છે. 

આરટીઇ પ્રવેશ પ્રક્રિયાના નોડલ અધિકારી અશોકભાઈ વડાલીયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે વર્ષ ૨૦૨૨-૨૩ ના વર્ષમાં મોરબી જિલ્લામાં ૮,૯૪૧ બાળકોને લાભ મળ્યો છે. જે અન્વયે રાજ્ય સરકારે આ બાળકોની શૈક્ષણિક ફી પેટે મોરબી જિલ્લાની ૧૬૫ શાળાઓને રૂ.૨,૬૮,૨૩,૦૦૦ ચુકવ્યા છે. આ શાળાઓમાં મોરબી તાલુકાની ૯૨, વાંકાનેરની ૩૦, હળવદની ૨૨, ટંકારાની ૨૦ તેમજ માળીયાની ૧ શાળાનો સમાવેશ થાય છે.યોજના હેઠળ વિદ્યાર્થીઓની ફી ઉપરાંત સ્કૂલબેગ, યુનિફોર્મ બુટ વગેરેની સહાય પણ ચૂકવવામાં આવે છે. ચાલુ વર્ષે મોરબી જિલ્લાના ૮,૯૪૧ બાળકોને આ સહાય અન્વયે રૂા.૨,૬૮,૨૩,૦૦૦ ચૂકવાયા છે. 

મોરબી જિલ્લાના ઇન્ચાર્જ પ્રાથમિક શિક્ષણાધિકારી પ્રવીણભાઈ અંબારિયાએ જણાવ્યું હતું કે ગુજરાત સરકાર શિક્ષણ વિભાગની વિવિધ યોજના દ્વારા બાળકોના શૈક્ષણિક વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે. આર્થિક રીતે નબળા વર્ગના બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે માટે ખાનગી સ્કૂલોમાં અન્ય બાળકો સાથે ગુણવત્તા સભર શિક્ષણ પ્રાપ્ત કરી શકે છે. આરટીઆઇની જોગવાઈ અનુસાર બાળકોમાં પ્રવેશ માટેની શૈક્ષણિક જવાબદારી શિક્ષણ વિભાગ દ્વારા ઉઠાવવામાં આવી રહી છે.






Latest News