મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીમાં સરસ્વતી શિશુમંદિર ખાતે સાપ્તાહિક વાલી વિદ્યાલય યોજાઇ


SHARE







મોરબીમાં સરસ્વતી શિશુમંદિર ખાતે સાપ્તાહિક વાલી વિદ્યાલય યોજાઇ

મોરબીના શનાળા ગામે આવેલ સરસ્વતી શિશુમંદિર ખાતે સાપ્તાહિક વાલી વિદ્યાલયનું આયોજન કરવામાં આવ્યું હતું અને રાત્રે ૯થી ૧૦:૩૦ સુધી વાલી વિદ્યાલય ચાલુ રાખવામા આવતી હતી જેમાં ૭૦ વાલીઓ નિયમિત અભ્યાસ કરવા માટે આવતા હતા. અને ત્યારે વાલીઓની વૈચારિક સ્પષ્ટતા માટે નિયમિત વિદ્યાલયના કાર્યકર્તાઓ દ્વારા અલગ-અલગ વિષયો મૂકવામાં આવ્યા હતા. જેમાં સુનિલભાઈ પરમારે વાલી-વિદ્યાલયની પ્રસ્તાવના રજૂ કરી હતી, જયંતીભાઈ રાજકોટિયાનો વાલીઓ સાથે વાર્તાલાપ, વિષ્ણુભાઈ વિડજાએ સ્વદેશી વિષય ઉપર છર્ચા, પશ્ચિમ ક્ષેત્રના સંઘચાલક જયંતિભાઈ ભાડેસિઆએ સંઘ અને સંઘના વિવિધ ક્ષેત્રો વિશેની માહિતી આપી હતી,  વિજયભાઈ ભલગામાએ ખગોળશાસ્ત્ર વિશે ઉંડાણપૂર્વક માહિતી આપેલ, તુષારભાઈ પાણસણીયાએ આપણો ગૌરવશાળી ઇતિહાસ વિષયને લઈને રસપ્રદ વાતો કરી હતી.






Latest News