મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના નાની કેનાલ-પંચાસર રોડ ઉપર માળખાકીય સુવિધાઓને ઝંખતા લોકો: કલેક્ટરને કરી રજૂઆત


SHARE











મોરબીના નાની કેનાલ-પંચાસર રોડ ઉપર માળખાકીય સુવિધાઓને ઝંખતા લોકો: કલેક્ટરને કરી રજૂઆત

મોરબી શહેરના વોર્ડ નંબર ૯ માં આવતા નાની કેનાલ રોડ અને પંચાસર રોડની છેલ્લા ઘણા સમયથી દયનીય સ્થિતિ છે જેથી પંચાસર રોડ નાની કેનાલ રોડના પ્રમુખ અને ઉપપ્રમુખ દ્વારા અગાઉ અનેક વખત રજૂઆત કરવામાં આવી છે તો પણ કામ કરવામાં આવતું નથી જેથી કરીને વધુ એક વખત કલેક્ટરને સ્થાનિક લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે

મોરબીના વોર્ડ નં ૯ માં પ્રાથમિક સુવિધાઓ તથા માળખાકીય સુવિધાઓથી ધણા સમયથી આપવામાં આવતી નથી જેથી કરીને લોકો સુવિધાથી વંચીત છે તેનું નિરાકરણ લાવવા અનેક વખત રજૂઆત કરવામાં આવી છે તો પણ પ્રશ્ન ઉકેલવામાં આવેલ નથી જેથી આજે સ્થાનિક લોકો દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે જેમાં જણાવ્યુ હતું કે, જુના બસ સ્ટેંડથી પંચાસર રોડ પર આવતા દબાણો દૂર કરી રસ્તાઓ ખુલ્લા કરવો, નોનવેજની દુકાનો મુખ્ય રસ્તાઓ પર હોઇ ત્યાંથી નીકળતા હિન્દુઓની લાગણીને ઠેસ પહોચે છે જેથી કરીને તેને દૂર કરવામાં આવે, પંચાસાર રોડ અત્યંત બિસ્માર હોય નવો બનાવો, ફૂટપાથ બનાવવી, પંચાસર ચોકડીએ સર્કલ બનાવવું, સીસીટીવી કેમેરા મુકાવવા, સીટી બસનો સ્ટોપ આપવો, રોડ પહોળો તથા મજબૂત બનાવવો, નાની કેનાલ રોડ અત્યંત બિસ્માર, સ્ટ્રીટ લાઇટ મુકવામાં આવે, સાફ સફાઇ યોગ્ય કરવી, જુદીજુદી સોસાયટીઓમા ગટર, રોડરસ્તાની સુવિધા આપવાની માંગ કરાઇ છે જો પ્રશ્નો ઉકેલાશે નહીં તો આગામી સમયમાં લોકો ગાધી ચીંધ્યા માર્ગે આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે






Latest News