મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

હળવદના માનસર ગામે તલાવડીમાં ડૂબી જવાથી યુવાનનું મોત


SHARE







હળવદના માનસર ગામે તલાવડીમાં ડૂબી જવાથી યુવાનનું મોત

હળવદ તાલુકાના માનસર ગામે ખેત તલાવડીમાં ડૂબી જવાના કારણે આદિવાસી યુવાનનું મોત નીપજ્યું હતું જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ આહવા ડાંગ જિલ્લાના કોટલા ગામના રહેવાસી અને હાલમાં માનસર ગામની સીમમાં બળદેવભાઈ લાલજીભાઈ રાઠોડની વાડીએ રહીને મજૂરી કામ કરતો સુનિલભાઈ ગણપતભાઈ ગાંગોડ જાતે આદિવાસી (૩૫) ખેત તલાવડીએ ગયેલ હતો ત્યારે તલાવડીના પાણીમાં ડૂબી જવાના કારણે તેનું ઘટના સ્થળે મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને તેની સાથે બળદેવભાઈ લાલજીભાઈ રાઠોડની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા કમલેશભાઈ મોહનભાઈ ગાવીત જાતે આદિવાસી (૩૭) હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યો હતો અને આ અંગેની કમલેશભાઈ ગાવીત દ્વારા હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

દેશીદારૂ

મોરબી તાલુકાના શાપર ગામની સીમ આવેલ સીરામીક કારખાના પાસે પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાંથી ૧૪૦ લીટર દેશી દારૂના જથ્થા સાથે અબ્દુલભાઈ રસુલભાઈ મોવર જાતે મિયાણા (૪૩) રહે જુના રેલ્વે સ્ટેશન પાસે માળિયા મીયાણા વાળાની ધરપકડ કરેલ છે અને ૨૮૦૦ ની કિંમતનો દેશી દારૂનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે






Latest News