મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીના લોહાણાપરામાં આવેલ ડીપી કિરાના સ્ટોરમાં આગ લાગતા ૧૦ લાખથી વધુનું નુકશાન


SHARE







મોરબીના લોહાણાપરામાં આવેલ ડીપી કિરાના સ્ટોરમાં આગ લાગતા ૧૦ લાખથી વધુનું નુકશાન

મોરબીમાં શાકમાર્કેટની પાછળના ભાગમાં આવેલ લોહાણાપરા વિસ્તારમાં રાત્રિના સમયે શોર્ટ સર્કિટના કારણે ડીપી કિરાના સ્ટોર નામની દુકાનમાં આગ લાગી હતી અને ત્રણ માળની આ કિરાના સ્ટોરની દુકાનમાં આગ લાગતામાં આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું અને આખે આખી દુકાન આગની ઝપેટમાં આવી ગઈ હતી જેથી દુકાનમાં ભરવામાં આવેલ માલસામાન તથા ફર્નિચર સહિતનું તમામ બળીને ખાખ થઈ ગયું છે અને દુકાનદાર પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે અંદાજે ૧૦ લાખ કરતાં વધુની નુકસાની હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે જોકે હજુ પણ દુકાનની અંદર આગના લબકારા ચાલુ હોય તેને કંટ્રોલ કરવા માટે થઈને ફાયરની ટીમ દ્વારા કવાયત કરવામાં આવી રહી છે

મોરબી શહેરમાં શાકમાર્કેટની પાછળના ભાગમાં આવેલ લોહાણાપરા વિસ્તારમાં રાત્રિના ૧૧ વાગ્યાના અરસામાં ડીપી કિરાના સ્ટોર નામની બંધ દુકાનમાં આગ લાગી હતી અને આગ લાગવાના કારણે દુકાનમાં પડેલ તમામ ખાદ્ય સામગ્રી આગની જપેટમાં આવી ગઈ હોય દુકાનની અંદર તેલના ડબ્બા તેમજ અન્ય વસ્તુઓ સળગવાના કારણે બ્લાસ્ટ થતા હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું અને આ આગ લાગવાની ઘટનાની તાત્કાલિક મોરબી નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગને કાબુમાં લેવા માટે થઈને ૧૧:૩૦ વાગ્યાથી કામગીરી શરૂ કરવામાં આવી હતી અને વહેલી સવાર સુધી આગ ઉપર સતત પાણીનો મારો ચાલુ રાખવામાં આવ્યો હતો ત્યારે આગ કંટ્રોલમાં આવી હતી

જોકે આગ કાબુમાં આવ્યા બાદ વારંવાર કોઈ જગ્યાએ આગ શરૂ થતી હતી જેથી કરીને ફાયરની ટીમને હજુ પણ ઘટના સ્થળે જ રાખવામા આવી હોવાનું સૂત્ર પાસેથી જાણવા મળી રહ્યું છે અને દુકાનદાર મનીષભાઈ દિલીપભાઈ પંજવાણી પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે દુકાનમાં કરવામાં આવેલ ફર્નિચર અને તમામ માલ મળીને અંદાજે ૧૦ લાખ રૂપિયા કરતા વધુની નુકસાની થઈ હોય તેવું દેખાઈ રહ્યું છે જોકે, હજુ સો ટકા આગ કાબુમાં આવી નથી જેથી નુકસાનીનો ચોક્કસ અંદાજ આવી શકે તેમ નથી તેવું પણ તેઓએ જણાવ્યું હતું ઉલ્લેખનીય છે કે રહેણાંક વિસ્તાર અને આસપાસમાં અન્ય દુકાનના આગ ન પ્રસરતા અન્ય દુકાન અને રહેણાંક મકાનમાં રહેતા લોકો તેમજ ફાયર વિભાગની ટીમે રાહતનો શ્વાસ લીધો હતો પરંતુ આગ લાગવાની ઘટનામાં આગને કંટ્રોલ કરવામાં આવી ત્યાં સુધીમાં દુકાનદારને લાખો રૂપિયાનું નુકસાન થયેલ છે

અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી જિલ્લાને ફાયરની અધ્યતન સુવિધાઓ સાથેનું ફાયર સ્ટેશન આપવામાં આવે તેવી મોરબી સિરામિક એસોસિયેશન, મોરબી પેપરમીલ એસોસિએશન તેમજ અન્ય જુદા જુદા સંગઠનો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા સરકારમાં એક નહીં પરંતુ અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં પણ ફાયરના અધ્યતન સાધનો સાથેનું ફાયર સ્ટેશન મોરબીને આપવામાં આવ્યું નથી જેથી કરીને ગમે ત્યારે આગ લાગે ત્યારે સ્થાનિક વેપારીઓ અથવા તો કારખાનેદારોને લાખો રૂપિયાની નુકસાની સહન કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ રહેતો નથી તે હકકી છે






Latest News