મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

હળવદના રણછોડગઢમાં લઘુશંકા કરતા આધેડ અને તેના ભાભી ઉપર ધારીયા વડે હુમલો કરનારા ૩ સામે ગુનો નોંધાયો


SHARE







હળવદના રણછોડગઢમાં લઘુશંકા કરતા આધેડ અને તેના ભાભી ઉપર ધારીયા વડે હુમલો કરનારા ૩ સામે ગુનો નોંધાયો

હળવદ તાલુકાના રણછોડગઢ ગામે આધેડ લઘુશંકા કરવા માટે ગયા હતા ત્યારે “અહીંયા કેમ લઘુશંકા કરો છો” તેવું કહીને આધેડની સાથે બોલાચાલી કરવામાં આવી હતી ત્યારે ત્રણથી વધુ શખ્સો દ્વારા તેના ઉપર ધારિયા વડે હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે ત્યાં હાજર રહેલા આધેડના ભાભી વચ્ચે છોડવા પડ્યા હતા માટે તેને પણ માર મારવામાં આવ્યો હતો જેથી બંને ઇજાગ્રસ્તોને રાજકોટ ખાતે સારવાર માટે ખસેડાયા હતા અને હાલમાં આ બનાવમાં હળવદ પોલીસે ફરીયાદ લઇને આરોપીને પકડવા માટે તજવીજ કરેલ છે.

બનાવની જાણવા મળતી હળવદ તાલુકા રણછોડગઢ ગામે રહેતા રમેશભાઇ ઉર્ફે કૂકો ધનુભાઈ દલસાણીયા (ઉમર ૫૦) અને તેના ભાભી હેમીબેન સુખાભાઈ દલાસાણીયા (ઉમર ૬૦) ઉપર અજીત પ્રેમજી, પ્રેમજી મૂળજી અને ભાવુભાઇ મુળજી નામના ત્રણ શખ્સો અને અજાણ્યા શખ્સોએ મળીને માર માર્યો હતો જેથી કરીને હાલમાં તેઓને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા અને આ બનાવાં રમેશભાઇ દલસાણીયાએ હાલમાં ઉપરોક્ત ત્રણેય શખ્સોની સામે ફરીયાદ નોંધાવતા પોલીસે મારામારી, જાનથી મારી નાંખાવાની ધમકી સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરેલ છે.ફરીયાદીએ ફરીયાદમાં લખાવ્યુ છે કે તેઓ લઘુશંકા કરવા માટે ગયા હતા ત્યારે અજીત પ્રેમજીએ તેને “અહીંયા કેમ લઘુશંકા કરો છો” તેવું કહીને બોલાચાલી કરી હતી અને ત્યારબાદ તેની સાથે માથાકૂટ કરી હતી અને ધારિયા વડે હુમલો કર્યો હતો ત્યારે બચાવવા માટે હીમીબેન વચ્ચે પડ્યા હોય તેઓને પણ ઇજા થઇ હતી માટે બંનેને ઇજા થતાં સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.

વાહન અકસ્માતમાં ઘવાયેલ મહિલા સારવારમાં

ટંકારા તાલુકાના લજાઇ ગામે રહેતા હિરલબેન યોગેશભાઈ મસોત નામની ૩૦ વર્ષીય મહિલા એકટીવા લઈને ઘરેથી બજાર વિસ્તારમાં આવ્યા હતા અને લજાઈ બજાર વિસ્તારમાંથી પરત ઘરે જતા રસ્તામાં તેમનું એકટીવા સ્લીપ થઇ જતા કિંજલબેન મસોતને અત્રેની ડો.હેમલ પટેલ હોસ્પિટલે સારવાર માટે લવાયા હતા. જ્યારે મોરબીના શનાળા રોડ ઉપર આવેલી આરાધના સોસાયટીમાં રહેતા ચંપકભાઈ છગનભાઈ માણેક નામનો ૪૦ વર્ષીય યુવાને કોઈ કારણોસર કોઈ અજાણી દવા પી જતાં તેને સારવાર માટે અહીંની ક્રિષ્ના હોસ્પિટલે લવાયો હતો.બનાવને પગલે એ ડિવિઝન પોલીસ મથકના હમીરભાઇ ગોહિલે પ્રાથમિક તપાસ હાથ ધરી હતી.




Latest News