મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

રાજસ્થાનથી સગીરાનું અપહરણ કરનાર શખ્સ સગીરા સાથે મોરબીમાંથી મળી આવ્યો


SHARE







રાજસ્થાનથી સગીરાનું અપહરણ કરનાર શખ્સ સગીરા સાથે મોરબીમાંથી મળી આવ્યો

મોરબી તાલુકા વિસ્તારમાં સિરામિક, પેપર મીલ, સન્માઈકા સહિતની ઇન્ડસ્ટ્રીઝના આશરે ૨૦૦૦ જેટલા નાના-મોટા કારખાનામાં હજારો પરપ્રાંતિય મજૂરો કામ કરે છે. દેશના જુદાજુદા રાજ્યોમાંથી અહીં મજૂરો કામ કરે છે જે પૈકી અમુક ઇસમો ત્યાંના વિસ્તારોમાં ગુના આચરીને અહીં મોરબીમાં આવીને રહેતા હોય છે તેવું પણ ઘણીવાર ધ્યાન ઉપર આવેલ છે તેઓ જ એક બનાવ અહીં મોરબીમાં સામે આવ્યો હતો.જેમાં મોરબી પંથકમાં સીરામીક યુનિટમાં રહીને મજૂરી કામ કરતો શખ્સ રાજસ્થાન ખાતેથી સગીરાનું અપહરણ કરીને આવ્યો હોય તે અંગે બાતમી મળતા રાજસ્થાન પોલીસ મોરબી આવી હતી અને ભોગ બનનાર સગીરાને તથા આરોપીને હસ્તગત કરીને આગળની તપાસ માટે રાજસ્થાન લઈ ગઈ હોવાનું જાણવા મળેલ છે.

મોરબી તાલુકા પોલીસસૂત્રોમાંથી મળતી માહિતી મુજબ રાજસ્થાનના વિજ્ઞાનનગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ સિયોજીરામ ટેકનીકલ બાતમીના આધારે મોરબી આવ્યા હતા અને ત્યાં તેઓના વિજ્ઞાનનગર પોલીસ સ્ટેશનમાં આઇપીસી કલમ ૩૬૬ સહીતની કલમો હેઠળ નોંધાયેલ અપહરણના બનાવમાં ભોગ બનેલ સગીરા તેમજ આરોપી મોરબી હોવાની બાતમીના આધારે મોરબી આવ્યા હતા અને અહીં મોરબી તાલુકા વિસ્તારમાંથી બાતમીના આધારે રાજસ્થાનમાંથી અપહરણ કરાયેલ સગીરા તથા આરોપી મુકેશ બિરધીલાલ મેવાડા (ઉંમર ૨૨) મોરબીમાંથી મળી આવતા બંનેને હસ્તગત કરીને આગળની તપાસ માટે રાજસ્થાન લઈ ગયા હોવાનું જાણવા મળે છે.અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી જિલ્લા પોલીસ દ્વારા એસ્યોર્ડ એપ્લિકેશન બનાવવામાં આવી છે જેમાં સિરામીક સહિતના કારખાનાઓમાં તેમજ ખેતીમાં કામ કરતાં મજૂરો અને ભાડુંઆતો સહિતનાઓની માહિતી આપવી જરૂરી છે જે આગામી સમયમાં આવા બનાવો સમયે પોલીસને ઉપયોગી બની શકે તેમ છે માટે ગુના નોંધાતા અટકાવવા કારખાનેદારોએ તેમના મજૂરોની તેમજ ખેતી ધરાવતા લોકોએ તેમના ખેત મજૂરો અંગેની માહિતી પોલીસને આપવી જરૂરી છે.

મહિલા સારવારમાં

મોરબીના શકત શનાળા ગામે ઘરે થયેલ મારામારીના બનાવ બાદ ફિનાઇલ પી ગયેલ મહિલાને સિવિલે સારવારમાં ખસેડવામાં આવી હતી એ ડિવિઝન પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે શનાળા ગામે રહેતા સીતાબેન નારણભાઈ સોલંકી નામની ૩૩ વર્ષની મહિલાને તેના ઘરે મારામારીના બનાવમાં ઈજા થતા લાગી આવતા ફિનાઈલ પી ગયા હતા જેથી તેઓને સારવાર માટે સિવિલે ખસેડવામાં આવ્યા હતા બનાવ સંદર્ભે વિપુલભાઈ ફુલતરીયા દ્વારા પ્રાથમિક તપાસ કર્યા બાદ બનાવ અંગે મહિલા પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી હતી.

ફિનાઇલ લ પી જતા સારવારમાં

વાંકાનેરમાં ડોક્ટર દેલવાડીયા હોસ્પિટલ નજીક આવેલ પરશુરામનગરમાં રહેતા ગીતાબેન હેમંતભાઈ પરમાર નામની ૩૫ વર્ષીય પરિણીતા તેના ઘેર ફીનાઇલ પી ગયા હતા જેથી તેઓને વધુ સારવાર માટે અહીંની આયુષ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા બનાવ અંગે હોસ્પિટલ તરફથી જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા દ્વારા તપાસ કરવામાં આવતા ખુલ્યુ હતું કે ગીતાબેન પરમારનો લગ્નગાળો દસ વર્ષનો છે અને તેમને સંતાનમાં સાત વર્ષની દીકરી છે પતિ તથા સાસુ નજીવી વાતે ઝઘડો કરતા હોય તે વાતનું મનમાં લાગી આવતા તેઓએ ઉપરોકત પગલું ભરી લીધું હતું.






Latest News