હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીની મહેન્દ્રનગર ચોકડી નજીક બાઇકમાં જતા વૃદ્ધને ચાલુ બાઈકે ચક્કર આવતા પડી જતા સારવારમાં


SHARE











મોરબીની મહેન્દ્રનગર ચોકડી નજીક બાઇકમાં જતા વૃદ્ધને ચાલુ બાઈકે ચક્કર આવતા પડી જતા સારવારમાં

મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર ચોકડી નજીકથી બાઈક લઈને જતા વૃદ્ધને ચાલુ બાઇકે ચક્કર આવતા પડી જતા ઇજાઓ થવાથી સારવારમાં ખસેડાયા હોવાનું જાણવા મળેલ છે.મોરબી સીટી બી ડિવિઝન પોલીસસૂત્રોના જણાવ્યા પ્રમાણે મોરબીના સામાકાંઠે આવેલ સમર્પણ હોસ્પિટલ પાછળના ગ્રીનસિટી વિસ્તારમાં રહેતા નરસીભાઈ ત્રીકમભાઈ ભૂત નામના ૭૧ વર્ષીય વૃદ્ધ બાઈક લઈને મહેન્દ્રનગર ચોકડીથી પીપળી રોડ બાજુ જતા હતા ત્યારે રસ્તામાં રોયલપાર્ક નજીક ચાલુ બાઈકે તેઓને ચક્કર આવતા તેઓ પડી ગયા હતા અને જેથી ઈજા પામતા શહેરના સામાકાંઠે આવેલી શિવમ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. સારવાર કર્યા બાદ હોસ્પિટલ સુત્રો દ્વારા બનાવ અંગે જાણ કરાતા હાલ બી ડિવિઝન પોલીસ મથકના વી.કે.ચાવડા દ્વારા આ બનાવને આગળની તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર ગામ પાસે આવેલ રામેશ્વર પાર્ક વિસ્તારમાં રહેતા કાંતિભાઈ અવચરભાઈ બાવરવાને વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ પહોંચતા સામાકાંઠે આવેલ ખાનગી હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા અને બનાવ સંદર્ભે જાણ થતા હાલમાં બી ડિવિઝન પોલીસ મથકના વી.કે.ચાવડા દ્વારા તપાસ કરવામાં આવી હતી.જેમાં ખુલ્યુ હતુ કે કાંતિભાઈ બાવરવા મહેન્દ્રનગર ચોકડી પાસેથી વાહન લઇને જતા હતા ત્યારે ત્યાં તેઓને વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ પહોંચતા સારવારમાં ખસેડાયા હતા.

યુવાન સારવારમાં

મોરબીના પંચાસર રોડ ઉપર રહેતા કરમશીભાઈ સવજીભાઈ પરમાર (ઉમર ૪૮) નામનો યુવાન પંચાસર ચોકડી નજીક હતો ત્યાં તેને વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ પહોંચતા તેને અત્રેની મધુરમ હોસ્પીટલે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો બનાવને પગલે જાણ થયેલી હોય એ ડિવિઝન પોલીસ મથકના વી.કે.ફુલતરીયા દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.

મારામારીમાં ઈજા થતા મહિલા સારવારમાં

મોરબી તાલુકાના લીલાપર ગામે રહેતા કંચનબેન અમરસીભાઈ ફુલતરીયા નામની ૩૦ વર્ષની મહિલાને લીલાપર ગામે કોઈ વ્યક્તિ દ્વારા માર મારવામાં આવતા તેઓને અહીંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા હોસ્પિટલ ખાતે સારવાર કરવામાં આવ્યા બાદ બનાવ અંગે તાલુકા પોલીસમાં જાણ કરાતા તાલુકા પોલીસ મથકના મહિલા એએસઆઇ એન.જે.ખડીયા તેમજ રાઇટર વાસુદેવ સોનગ્રા દ્વારા મારામારીના આ બનાવ અંગે આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે.






Latest News