મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં વધુ એક સામે કાર્યવાહી મોરબીમાં મંદિરની દાન પેટીમાંથી 50 હજારની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ મોરબીમાં કોપર વાયરની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં મહાપાલિકાની ટીમે પરચુરણ ડિમોલેશન કર્યું ! મોરબીના પીપળીયા ચાર રસ્તે સમાધાન માટે બોલાવીને યુવાનની હત્યા કરવાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના બિલિયા-અણીયારી આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક 16 મેએ યોજાશે મોરબીના નવા સાદુળકા ગામ પાસે ખેત તલાવડીના પાણીમાં ડૂબી જવાથી કાકા-ભત્રીજા સહિત 3 ના મોત
Breaking news
Morbi Today

મોરબીના ચકચારી “મમુદાઢીની હત્યા” કેસમાં પકડાયેલા ચાર આરોપીના છ દિવસના રિમાન્ડ મંજૂર


SHARE











મોરબીના ચકચારી મમુદાઢીની હત્યા” કેસમાં પકડાયેલા ચાર આરોપીના છ દિવસના રિમાન્ડ મંજૂર

મોરબીના ભક્તિનગર સર્કલ પાસે કાર ઉપર અંધાધુધ ફાયરીંગ કરીને મમુદાઢીની હત્યા કરવામાં આવી હતી આ ગુનામાં ૧૩ શખ્સો સામે મૃતકના દીકરાએ ફરિયાદ નોંધાવી હતી જે ગુનામાં પોલીસે ચાર આરોપીની ધરપકડ કરેલ હતી જેને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીઓના છ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે


મોરબીના ભક્તિનગર સર્કલ પાસે અંધાધુધ ફાયરીંગ કરીને હનીફભાઇ ઉર્ફે મમુદાઢી ગુલામભાઈ કાસમાણીની હત્યા કરવામાં આવી હતી આ બનાવમાં મૃતક હનીફભાઇ ઉર્ફે મમુદાઢીના દીકરા મકબુલ મહમદ હનીફ કાસમાણી (૨૫) એ રફીકભાઇ રજાકભાઇ માંડવીયાઇમરાન ઉર્ફ બોટલ હનીફભાઇ ચાનીયાઆરીફ ગુલામભાઇ મીરઇસ્માઇલભાઇ યારમામદ બ્લોચરીયાઝભાઇ રજાકભાઇ ડોસાણીઇરફાનભાઇ યારમામદ બ્લોચરમીજભાઇ હુસેનભાઇ ચાનીયામકસુદ ગફુરભાઇ સમાએઝાજ આમદભાઇ ચાનીયા અને બીજા ચારેક અજાણ્યા શખ્સો આમ કુલ મળીને ૧૩ શખ્સોની સામે તેના પિતાની હત્યા કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી જે ગુનામાં આરોપી ઇસ્માઇલભાઈ યારમામદ બ્લોચઇમરાનભાઈ યારમામદ બ્લોચરિયાઝ રજાક દોસાણીએઝાઝ આમદ ચાનીયાની ધરપકડ કરી હતી તેને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીઓના આગામી તા ૧૬ સુધી એટલે કે છ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે જેથી હત્યાના કેસની એક એક કડી જોડવા માટે પોલિસે કવાયત શરૂ કરેલ છે અને બાકીના આરોપીઓને પકડવા માટે તજવીજ ચાલી રહી છે






Latest News