મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત
Breaking news
Morbi Today

હળવદના કિડી ગામે અગરિયાઓના લાભાર્થે સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો


SHARE







હળવદના કિડી ગામે અગરિયાઓના લાભાર્થે સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો

હળવદના કિડી ગામે સબ સેન્ટર ખાતે અગર વિસ્તારનાં પ્રજાજનો માટે અને તેમના સ્વાસ્થ્ય સુખાકારી માટે મોબાઈલ હેલ્થ યુનિટ ટીકર દ્વારા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પંચાયત આરોગ્ય શાખાનાં માર્ગદર્શન હેઠળ અને અગરિયા હિત રક્ષક મંચનાં સહયોગથી  સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં વિનામૂલ્યે સારવાર અને દવા આપવામાં આવી હતી અને ડાયાબિટીસનાં દર્દીઓ માટે સુગરની તપાસ, પ્રસુતિની તપાસ,મલેરીયાની તપાસ,બીપી તપાસ,હિમોગ્લોબીન તપાસ પણ કરવામાં આવી હતી.આ કેમ્પમાં ૨૨૬ જેટલા અગરીયા ભાઈ- બહેનોએ લાભ લીધો હતો. આ કેમ્પમાં શિવમ હોસ્પિટલની અનુભવી ડોક્ટરની ટીમ દ્વારા દર્દીની યોગ્ય તપાસ કરી સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અને આ કેમ્પમાં ન્યુરોસર્જન, ઓર્થોપેડીક સર્જન, ગયનેક, જનરલ સર્જન, બાળરોગ નિષ્ણાંત ડોક્ટર હાજર રહ્યા હતા અને સેવા આપી હતી આ કેમ્પને સફળ બનાવવામાં તાલુકા હેલ્થ ઓફિસર ડો.ભટ્ટી, એમ.એચ.યુ. મેડિકલ ઓફિસર ડો. પિનલ તથા શિવમ હોસ્પિટલના ડો. મિત અગોલા તથા એમની ટીમ અને અગરિયા હિત રક્ષક મંચ મારૂતસિંહ બારૈયાએ સહયોગ આપ્યો હતો.






Latest News