મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

મોરબીના વાઘપર ગામની સીમમાં ઝેરી દવા પી ગયેલ મહિલા સારવારમાં  


SHARE







મોરબીના વાઘપર ગામની સીમમાં ઝેરી દવા પી ગયેલ મહિલા સારવારમાં  

મોરબી તાલુકાના વાઘપર ગામની સીમમાં મહિલા ઝેરી દવા પી જતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને સિવિલ હોસ્પિટલ મારફતે આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના વાઘપર ગામની સીમમાં રહેતી ઉર્મિલાબેન શેતાનસિંગ ભૂરીયા (૩૧) નામની મહિલા કોઈ કારણોસર કપાસમાં છાંટવાની ઝેરી દવા પી ગઈ હતી જેથી કરીને તેને ઝેરી અસર થવાથી તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને સિવિલ હોસ્પિટલ મારફતે આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ફિરોજભાઈ સુમરા ચલાવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે

અકસ્માતમાં ઇજા

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ રંગપર ગામથી ખરેડા ગામ તરફ જવાના રસ્તા ઉપરથી ડબલ સવારી બાઇક પસાર થઈ રહ્યું હતું ત્યારે તે બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને ખરેડા ગામે રહેતો રણજીતભાઈ માલાભાઇ ઠાકોર (૧૯) અને મોરબીના કુબેરનગરમાં રહેતા પ્રેમ ધર્મેન્દ્રભાઈ ડાભી (૧૪) ને ઇજાઓ થઈ હોવાથી તે બંનેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવવાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News