મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

ટંકારાના નેકનામ ગામે સરકારી ખરાબામાં દુકાનો ખડકી દેનારા ત્રણ શખ્સોની સામે લેન્ડ ગ્રેબિંગ


SHARE







ટંકારાના નેકનામ ગામે સરકારી ખરાબામાં દુકાનો ખડકી દેનારા ત્રણ શખ્સોની સામે લેન્ડ ગ્રેબિંગ

ટંકારા તાલુકાના નેકનામ ગામે સરકારી ખરાબામાં બે દુકાન બનાવીને દબાણ કરવામાં આવ્યું હતું જેથી કરીને ટંકારાના મામલતદાર દ્વારા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવવામાં આવી છે જેથી હાલમાં ટંકારા પોલીસ દ્વારા ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે

રાજ્યમાં કોઈ પણ જગ્યાએ સરકારી જમીન ઉપર કોઈ પણ પ્રકારનું દબાણ હોય તો તાત્કાલિક તેને દૂર કરવા માટે થઈને સ્થાનિક અધિકારી દ્વારા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવવામાં આવતી હોય છે તેવી જ રીતે મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલ ટંકારાના મામલતદાર કેતન ગોવિંદભાઈ સખીયાએ હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે શક્તિસિંહ ઉર્ફે કૃષ્ણસિંહ ભાવુભા ઉર્ફે ભવાનસિંહ ઝાલા, યુવરાજસિંહ ઉર્ફે વિરેન્દ્રસિંહ ભાવુભા ઉર્ફે ભવાનસિંહ ઝાલા અને કુલદિપસિંહ ઉર્ફે યશપાલસિંહ ભાવુભા ઉર્ફે ભવાનસિંહ ઝાલા રહે. બધા જ નેકનામ વાળાની સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે ટંકારા તાલુકાના નેકનામ ગામની સરકારી ખરાબ ખરાબાની જમીન ઉપર ૩૬ ચોરસ મીટરમાં ગેરકાયદેસર બાંધકામ કરીને સિમેન્ટના ગડદાથી બે શટર વાળી નાની નાની દુકાનો બનાવીને ત્યાં દબાણ કરેલ છે જેથી કરીને હાલમાં મામલતદારએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

વરલી જુગાર

ટંકારાના ઉગમણા નાકા પાસે વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની બાતમી મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસે ત્યાં જુગારની રેડ કરતા સ્થળ ઉપર વરલી જુગારના આંકડા લેતા દિપકભાઈ દેવચંદભાઈ દંતેસરીયા જાતે કોળી (૪૦) વાળો મળી આવતા પોલીસે તેની પાસેથી ૭૯૦ ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને તેની સામે જુગારધારા હેઠળ ગુનો નોધી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News