ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના સિરામિક પ્લાઝમા થયેલ ચોરીમાં ચોર શું શું લઈ ગયા ?


SHARE







મોરબીના સિરામિક પ્લાઝમા થયેલ ચોરીમાં ચોર શું શું લઈ ગયા ?

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ સિરામિક પ્લાઝામાં એકી સાથે ૫૦ જેટલી દુકાનોના તાળા તોડવામાં આવ્યા હતા જે બનાવ સંદર્ભે હાલમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાય છે અને તેમાં દુકાનદારની દુકાનમાંથી મોબાઈલ, કોપર વાયર, રોકડા રૂપિયા મળીને ૬૭૦૦ નો મુદ્દામાલ ચોરી કરી ગયેલ છે તેમજ અન્ય દુકાનમાંથી પણ પરચુરણ રકમની ચોરી થઈ છે જેથી પોલીસે અજાણ્યા શખ્સની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ સીરામીક પ્લાઝામાં ગત તા. ૨૩ ના રોજ રાત્રિના ત્રણથી પાંચ વાગ્યા દરમ્યાન કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ધામા નાખવામાં આવ્યા હતા અને એક કે બે નહીં પરંતુ ત્યાં આવેલ દુકાનોમાંથી ૫૦ જેટલી દુકાનોના તાળા એકી સાથે તોડવામાં આવ્યા હતા અને જુદી જુદી દુકાનોમાંથી પરચુરણ રકમની અને અન્ય મુદ્દામાલની ચોરી કરવામાં આવી હોવાની માહિતી જે તે સમયે સામી આવી હતી અને ત્યારબાદ હાલમાં આ બનાવ સંદર્ભે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાય છે જેમાં મોરબીના પંચાસર રોડ ઉપર મૂનનગર ચોક પાસે આવેલ ઋષભ પાર્ક સોસાયટીમાં મારુતિ હિલ્સ એપાર્ટમેન્ટમાં રહેતા અરુણભાઈ દલસુખભાઈ અંબાણી જાતે પટેલ (૩૦) નામના યુવાને જણાવ્યુ છે કે, સીરામીક પ્લાઝામાં તેની દુકાન આવેલ છે તેના તાળા તોડીને કોઈ અજાણ્યા શખ્સ દ્વારા દુકાનમાં પ્રવેશ કરી રોકડા ૭૦૦ રૂપિયા, ૫૦૦૦ રૂપિયાની કિંમતમાં મોબાઈલ અને ૧૦૦૦ ની કિંમતનો એસીનો કોપર વાયર આમ કુલ મળીને ૬૭૦૦ ની કિંમતના મુદ્દામાલની ચોરી કરવામાં આવી છે આટલું જ નહીં પરંતુ અન્ય દુકાનોમાંથી પણ પરચુરણ રકમની ચોરી કરવામાં આવી હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે જેથી કરીને હાલમાં અરૂણભાઇ અંબાણીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ચોરીનો ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

દેશી દારૂ

મોરબીના વીસીપરા વિસ્તારમાં ચામુંડા માતાજીના મંદિર પાસે રહેતા નીતાબેન પ્રભુભાઈ અગેચાણીયાના રહેણાંક મકાનમાં સ્થાનિક પોલીસ દ્વારા દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે દારૂ બનાવવા માટે થઈને ઉપયોગમાં લેવામાં આવતો ૨૦૦ લિટર આથો મળી આવ્યો હતો તેમજ ૧૫ લીટર તૈયાર દેશી દારૂ વળી આવ્યો હોય પોલીસે ૭૦૦ ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને મહિલા બુટલેગર નીતાબેન પ્રભુભાઈ અગેચાણીયા જાતે ખોળી (૪૦) રહે. વીસીપરા મોરબી વાળીની ધરપકડ કરેલ છે






Latest News