મોરબીમાં પ્રેમ લગ્નની નારાજગી મુદ્દે બે પક્ષો દ્વારા સામ સામે મારામારી બાદ ફરિયાદો નોંધાઇ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હદમાંથી બે સગીરાઓના અપરણના બનાવમાં એક સગીર સહિત બે વિરુદ્ધ કાર્યવાહી વાંકાનેરમાં છકડો રીક્ષામાં નિરણની આડમાં લઇ જવાતા ૨.૧૩ લાખના દારૂ સાથે એક પકડાયો સૌરાષ્ટ્રને અલગ રાજયનો દરજ્જો આપવા મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી મોરબી જિલ્લાના સફાઈ કામદારોને ‘ડૉ. આંબેડકર આવાસ યોજના’ હેઠળ ઘરઆંગણે પાકા મકાન માટે રૂ. ૧.૭૦ લાખની સહાયનો લાભ લેવા અનુરોધ જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન
Breaking news
Morbi Today

મોરબીના ટીંબડી પાસે ડબલ સવારી બાઈકને બસ ચાલકે હડફેટ લેતા બે યુવાનો સારવારમાં  


SHARE











મોરબીના ટીંબડી પાસે ડબલ સવારી બાઈકને બસ ચાલકે હડફેટ લેતા બે યુવાનો સારવારમાં  

મોરબીના માળીયા હાઇવે ઉપર ટીંબડી ગામ પાસે વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો જેમાં ડબલ સવારીમાં જતા બાઇકને બસ ચાલકે હડફેટે લેતા ઈજા પામેલ બે યુવાનોને સારવારમાં ખસેડાયા હતા.

મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના માળીયા હાઇવે ટીંબડી ગામ પાસે અકસ્માતના બનાવમાં ઘવાયેલ સેવેંદુગીરી (ઉંમર ૧૮) રહે.ગણેશનગર સોસાયટી, ટીંબડી પાટીયા પાસે તેમજ કુસાભાઇ સૂનાભાઇ (ઉમર ૨૧) રહે.ગણેશનગર સોસાયટી ટીંબડી પાટીયા પાસે વાળાઓ બાઈકમાં જતા હતા ત્યારે ટીંબડી પાટીયા નજીક આવેલ પટેલ રેસીડેન્સી નજીક કોઈ અજાણ્યા બસના ચાલકે તેઓના બાઈકને હડફેટે લીધું હતું જે બનાવમાં સેવેંદુગીરી અને કુસા સુના નામના બે પરપ્રાંતી યુવાનોને ઇજાઓ પહોંચી હોય બંનેને અત્રેની આયુષ હોસ્પિટલે સારવાર માટે લવાયા હતા બનાવને પગલે પોલીસને જાણ કરાતા હાલ તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયા દ્વારા આ અંગે આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.

દવા પી જતા યુવતી સારવારમાં

જામનગરના જોડિયા તાલુકામાં આવેલા ધુળકોટ ગામે રહેતી રેણુકાબેન અશોકભાઈ નાયક નામની ૧૮ વર્ષીય યુવતી કોઈ કારણોસર ઝેરી દવા પી ગઈ હતી જેથી કરીને તેણીને સારવાર માટે દવાખાને લઈ જવામાં આવી હતી અને બનાવને પગલે મોરબી તાલુકા પોલીસ મથકના મહેશભાઈ કહાંગરા દ્વારા નોંધ કરીને આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.જ્યારે કચ્છના રાપર તાલુકાના શિકારપુર ગામે સુરજબારી પુલ નજીક રહેતા રામજીભાઈ ભીમાભાઇ પટેલ નામના ૫૩ વર્ષીય આધેડને બીમારી સબબ મોરબીની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.

મારામારીમાં ઇજા

ધાંગધ્રા તાલુકાના ચિત્રોડી ગામે થયેલ મારામારીના બનાવમાં ઇજાગ્રસ્ત થયેલા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલે લાવવામાં આવ્યો હતો પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે મોરબીના હળવદ તાલુકાના ચરાડવા ગામે રહેતા વિષ્ણુ દિનેશભાઈ નાયકા નામના ૧૮ વર્ષના યુવાનને ધાંગધ્રા તાલુકામાં આવેલા ચિત્રોડી ગામ નજીક મારામારીના બનાવમાં ઇજાઓ પહોંચતા તેને મોરબીની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.મોરબી પોલીસે બનાવ અંગે પ્રાથમિક તપાસ કરીને ધાંગધ્રા પોલીસને જાણ કરી હતી






Latest News