ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના ફડસર ગામે ઘરમાં જુગાર રમતા છ જુગારી પકડાયા


SHARE







મોરબીના ફડસર ગામે ઘરમાં જુગાર રમતા છ જુગારી પકડાયા

જીગ્નેશ ભટ્ટ દ્વારા મોરબી તા ૨૭

મોરબી તાલુકાના ફડસર ગામે રહેણાંક મકાનમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ઘરધણી સહિત કુલ છ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે ૪૧૯૮૦ ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી

જાણવા મળતી માહિતી મુજબ મોરબી જિલ્લા એલસીબીની ટીમને મળેલ બાતમી આધારે મોરબી તાલુકાના ફડસર ગામે રહેતા કિશોરચંદ્ર હેમતલાલ નિમાવત જાતે બાવાજીના ઘરની અંદર જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ઘરધણી કિશોરચંદ્ર નિમાવત તે ઉપરાંત કાદરમિયા એમદમિયા બુખારી, રતિલાલ ભોજાભાઇ ગજીયા, ઓસમાણભાઈ હુસેનભાઈ નોડે, નારણભાઈ મોહનભાઈ કુંભારવાડીયા અને અવચરભાઈ નથુભાઈ ઘુમલીયા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે ઘરધણી સહિત છ જુગારીઓને પકડીને ૪૧૯૮૦ રૂપિયાની કિંમતનો મુદામાલ કબજે કર્યો હતો અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે

વરલી જુગાર

વાંકાનેરના મીલ પ્લેટ ચોકમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની બાતમી મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસે ત્યાં જુગારની રેડ કરતા હનીફભાઈ બચુભાઈ ભટ્ટી જાતે ખલીફા (૬૨) રહે. સિપાઈ શેરી વાંકાનેર વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યો હોય પોલીસે ૮૮૦ ની કિંમતનો મુદ્દામાલ કબજે કરી તેની ધરપકડ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

વરલી જુગાર

હળવદમાં ગિની ગેસ્ટ હાઉસ સામે ચામુંડા મોબાઇલ વાળી શેરીમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની સ્થાનિક પોલીસને બાતમી મળી હતી તેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે ધીરુભાઈ ગોવિંદભાઈ રાઠોડ જાતે ખવાસ (૬૫) રહે હળવદ વાળા વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી રોકડા ૩૧૫૦ કબજે કર્યા હતા અને તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News