મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન મોરબીમાં પિતાની પુણ્યતિથિએ દીકરીએ કર્યું રક્તદાન કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીના શ્રી જલારામ પ્રાર્થના મંદિરનો ષટદશમ્ પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો


SHARE











મોરબીના શ્રી જલારામ પ્રાર્થના મંદિરનો ષટદશમ્ પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો

વિવિધ ક્ષેત્રના અગ્રણીઓની પ્રેરક ઉપસ્થિતીમાં પ્રભાતધૂન, વૈદિક મહાયજ્ઞ, સન્માન સમારોહ, મહાઆરતી, મહાપ્રસાદ સહીતનાં પંચવિધ કાર્યક્રમો યોજાયા

મોરબીમાં વિવિધ પ્રકારની માનવસેવા કરતા મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિરનો ષટદશમ્ પાટોત્સવ પંચવિધ કાર્યક્રમો સાથે ભક્તિભાવપૂર્વક ઉજવવામાં આવ્યો હતો.જે અંતર્ગત પ્રભાતધૂન, વૈદિક મહાયજ્ઞ, જલારામ મંદિર ના સેવાકાર્ય ના સહયોગીઓનો સન્માન સમારોહ, મહાઆરતી, મહાપ્રસાદ સહીત નાં કાર્યક્રમો ભક્તિભાવ પૂર્વક યોજાયા હતા.આ પ્રસંગે મોરબી રામધન આશ્રમના મહંત પૂ.ભાવેશ્વરીબેન, રાજકોટ જીલ્લા ભાજપ ઉપપ્રમુખ રેખાબેન સાગઠીયા, મોરબી શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા, મોરબી જીલ્લા ભાજપ ઉપપ્રમુખ નિર્મલભાઈ જારીયા, રઘુવંશી ક્રાંતિ મંચ સૌરાષ્ટ્ર પ્રાંતના પ્રમુખ સોનલબેન વસાણી, ઉપપ્રમુખ ભાવીનભાઈ સેજપાલ, મોરબી જીલ્લા પંચાયત ઉપપ્રમુખ જાનકીબેન કૈલા, અગ્રણી ઉદ્યોગપતિ પંકજભાઈ કાલરીયા, નૈમિષભાઈ પંડિત (સિમ્કો ગૃપ), લોહાણા સમાજ અગ્રણી પંકજભાઈ કોટક (નવસારી વાળા), કીશોરભાઈ ચંડીભમર, વાંકાનેર લોહાણા મહાજન પ્રમુખ કાકુભાઈ મોદી, વાંકાનેર નગરપાલીકા પૂર્વ ચેરમેન રાજભાઈ સોમાણી, ભગવાનજીભાઈ કાસુન્દ્રા (ગુરૂકૃપા હોટલ), બ્રમ્હ સમાજ અગ્રણી ડો.બી.કે. લેહરુ, જૈન સમાજ અગ્રણી જયેશભાઈ ટોલીયા, આર.કે.એમ. શહેર પ્રમુખ તેજશભાઈ બારા, રઘુવંશી યુવક મંડળ પ્રમુખ સંદિપભાઈ ખગ્રામ, ક્ષત્રિય સમાજ અગ્રણી કૃષ્ણસિંહ જાડેજા, અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેના પ્રમુખ હસુભાઈ પુજારા, સતવારા સમાજ અગ્રણી વાલજીભાઈ ડાભી, મોરભાઈ કંઝારીયા, લોહાણા સમાજ અગ્રણી પ્રફુલ્લભાઈ પોપટ (મંત્રી), લોહાણા સમાજ અગ્રણી દીપકભાઈ પોપટ, રઘુવંશી મહિલા અગ્રણી ચંદ્રિકાબેન પલાણ, લેઉઆ પટેલ સમાજ અગ્રણી કે.પી.ભાગીયા, શહેર ભાજપ અગ્રણી ભરતભાઈ ડાંગર, રાજકીય અગ્રણી જીજ્ઞેશભાઈ કૈલા, લોહાણા મહાજન મંત્રી નરેન્દ્રભાઈ રાચ્છ, કંસારા સમાજ અગ્રણી જયેશભાઈ કંસારા, નિવૃત પોલીસ અધિકારી દલસાણીયા, પીઆઇ સોલંકી, પીએસઆઇ ઠક્કર, પોલીસ અધિકારી ભાનુભાઈ બાલાસરા, એએસઆઇ વનરાજસિંહ રાણા સહીતના અગ્રણીઓ ઉપરાંત વિવિધ સરકારી વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા બિનવારસી મૃતદેહ ના અંતિમ સંસ્કાર, વૈકુંઠ રથ સેવા, અંતિમ યાત્રા બસ, શબવાહિની સેવા, એમ્બ્યુલન્સ સેવા, દરરોજ બપોરે તથા સાંજે પ્રસાદ ની વ્યવસ્થા, પદયાત્રીઓની સેવા, અસ્થિ વિસર્જન સેવા, કુદરતી-માનવસર્જીત આફત સમય ની સેવા, વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ, મેડિકલ સાધનો ની સેવા જેવી વિવિધ પ્રકારની સેવાઓ કોઈપણ જાતના નાત-જાતના ભેદભાવ વિના આપવામાં આવી રહી છે ત્યારે આ મહામુલી માનવસેવામાં સવિશેષ યોગદાન અર્પણ કરનાર મહાનુભવોને આ તકે સન્માનિત કરવામાં આવ્યા હતા.કાર્યક્રમને સફળ બનાવવા શ્રી રઘુવીર સેના સાર્વજનિક ટ્રસ્ટ, શ્રી જલારામ સેવા મંડળ, શ્રી જલારામ મંદિર મહિલા મંડળ, શ્રી લોહાણા મહાજન, રઘુવંશી યુવક મંડળ, રઘુવંશી ક્રાંતિ મંચ, સમસ્ત પોપટ પરિવાર, રઘુવંશી મહિલા મંડળ, શ્રી અયોધ્યાપુરી ગરબી મંડળ, વસંત પ્લોટ મિત્ર મંડળ સહીતની સંસ્થાના અગ્રણીઓએ જહેમત ઉઠાવી હતી.






Latest News