મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના રંગપર પાસે ગરમ પાણીમાં દાઝી જતા ત્રણ વર્ષની બાળકી સારવારમાં


SHARE







મોરબીના રંગપર પાસે ગરમ પાણીમાં દાઝી જતા ત્રણ વર્ષની બાળકી સારવારમાં

મોરબીના જેતપર રોડ ઉપર આવેલા રંગપર (બેલા) ગામ પાસે રહેતા પરિવારની ત્રણ વર્ષની બાળકી ગરમ પાણીમાં દાઝી ગઈ હતી જેથી કરીને તેને સારવાર માટે લઈ જવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના રંગપર (બેલા) ગામે રહેતા સાંતારામભાઈ ચૌહાણની ત્રણ વર્ષની દીકરી બિંદુ તેના ઘેર બાથરૂમમાં ગરમ પાણીમાં દાઝી ગઈ હતી જેથી કરીને તેને સારવાર માટે અત્રેની આયુષ હોસ્પિટલે ખસેડવામાં આવી હતી.બીંદુની માતાએ નાહવા માટે ગરમ પાણીની ડોલ બાથરૂમમાં રાખી હતી દરમિયાનમાં રમતા રમતા બિંદુ નામની ત્રણ વર્ષની બાળકી બાથરૂમમાં ગઈ હતી અને ત્યાં તે ગરમ પાણીની ડોલને અડતા પગે અને પાછળના ભાગે દાઢી જતા સારવાર માટે ખસેડવામાં આવી હતી બનાવને પગલે તાલુકા પોલીસ મથકના વિજયભાઈ ડાંગર તપાસ ચલાવી રહ્યા છે.

મારામારીમાં ઈજા

મોરબીના ટીંબડી ગામના પાટીયા પાસે રહેતો અને મૂળ રાજસ્થાનના વતની ગણેશ હનુમાનભાઇ જાટ નામના ૩૪ વર્ષના યુવાનને મારામારીના બનાવમાં ઈજા થતા સિવિલે સારવાર માટે ખસેડાયો હતો અને પોલીસને જાણ થતા તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયા દ્વારા આ અંગે નોંધ કરીને આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે. તેમજ મોરબીના વીસીપરા પાસે આવેલા રોહીદાસપરા વિસ્તારમાં રહેતો પ્રવીણભાઇ ગાંડુભાઇ શુક્લ નામનો ૪૦ વર્ષનો યુવાન તેના ઘર પાસે હતો ત્યાં તેને મારામારીના બનાવમાં ઈજા થતા સિવિલે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો અને પ્રવીણભાઈ શુક્લને તેના ઘર પાસે શેરીમાં થયેલ મારામારીમાં ઈજા થઈ હતી જેથી સારવારમાં લઈ જવાયેલ હોય હાલ બી ડિવિઝન પોલીસ મથકના અશોકભાઈ સારદીયા દ્વારા બનાવ અંગે નોંધ કરીને આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.જ્યારે હળવદ તાલુકાના નવા ઘનશ્યામગઢ ગામે રહેતો કિશન પોપટભાઈ નામનો ૨૭ વર્ષીય યુવાન હળવદના જીઆઇડીસી રોડ ઉપરથી જતો હતો ત્યાં તેનું બાઈક સ્લીપ થતા ઇજા પામતા તેને અહીંની શિવમ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.






Latest News