મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીની આર્ટ્સ કોલેજના એનએસએસ યુનિટ દ્વારા ખાખરાળા ગામે ચાલતી શિબિર સંપન્ન


SHARE







મોરબીની આર્ટ્સ કોલેજના એનએસએસ યુનિટ દ્વારા ખાખરાળા ગામે ચાલતી શિબિર સંપન્ન

મોરબીની આર્ટ્સ કોલેજના એનએસએસ યુનિટ દ્વારા ખાખરાળા ગામે ચાલી રહેલી સાત દિવસની શિબિરમાં છઠ્ઠા દિવસે પ્રભાતફેરી અને વ્યાયામ-પરેડ બાદ સવારે ૧૦ વાગ્યે તમન્ના એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા આંખ નિદાનની શરૂઆત થયેલ હતી અને આંખના નંબર તથા જરૂરી તપાસણી માટે ટ્રસ્ટ વતી હનીફભાઇ મેમણ આંખના તપાસણીના જરૂરી સાધનો અને સામગ્રી લઈને આવેલ હતી અને સવારથી જ આંખની તપાસણી કરવા આવેલા ગ્રામજનોનો ઘસારો રહ્યો હતો. અને કુલ મળીને ૨૮૫ ગ્રામજનોને નંબરની તથા અન્ય ચકાસણી કરી આપવામાં આવી હતી અને આંખ નિદાન તથા રસોઈ કામમાં રોકાયેલા સ્વયંસેવકો સિવાયના સ્વયંસેવકોનું ટૂંકું પોણા કલાકનું એક સેશન મળ્યું હતું. જેમાં સ્વયંસેવક અને યોગના શિક્ષક એવા કુલદીપ ધરોડિયાએ જુદા જુદા આસનો કરી તેની સમજૂતી આપી તેના ફાયદાઓ દર્શાવ્યા હતા ત્યાર બાદ સુરસંગીતનો જલસો રાખવામાં આવ્યો હતો. જેમાં મોરબીના રાજઘરાનાના વારસ એવા અનવરભાઈ વાલેરા, નવસાદભાઈ મીર અને પરવેજ મીર ઉપસ્થિત રહ્યા હતા અને સંગીતનો કાર્યક્ર્મ રજૂ કર્યો હતો અને છેલ્લા દિવસે ગામના લોકોની સ્વયંસેવકોએ શુભેચ્છા મુલાકાત લીધી હતી મોરબી જિલ્લાના એનએસએસ કોઓર્ડીનેટર પ્રો. વનિતાબેન કગથરાના અધ્યક્ષ સ્થાને સમાપન સમારોહ યોજાયો હતો. જેમાં ગુજરાત રાજ્ય પેન્શનર સમાજના ઉપપ્રમુખ અને ખાખરાળાના જ વતની જીવણભાઈ ડાંગર સહિતના હાજર રહ્યા હતા અને ત્યાર બાદ શાળાના આચાર્ય મહેન્દ્રભાઈએ શિબિરના સાત દિવસમાં સ્વયમ સેવકોની કાર્ય પ્રવૃત્તિને બિરદાવી હતી આ કાર્યક્રમનું સંચાલન કરતા એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ડૉ. રામભાઈ વારોતરીયાએ શિબિરની સફળતા માટે સૌથી મહત્વનું સોપાન નિષ્ઠાવાન સ્વયંસેવકોને ગણ્યું હતું.






Latest News