મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં ફ્લેટમાં મિસ્ત્રી કામ કરવા ગયેલ સગીરે દાગીના-રોકડની ચોરી કરી હોવાનું ખૂલ્યું


SHARE







મોરબીમાં ફ્લેટમાં મિસ્ત્રી કામ કરવા ગયેલ સગીરે દાગીના-રોકડની ચોરી કરી હોવાનું ખૂલ્યું

મોરબીના રવાપર ગામ પ્રાથમીક શાળા સામે ભુમી પેલેસ ફલેટમા દાગીના અને રોકડા રૂપિયાની ચોરી કરવામાં આવી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાને ૧.૭૦ લાખના મુદ્દામાલની ચોરી ફરિયાદ નોંધાવી હતી જેથી પોલીસે આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા હતા અને ચોરીની આ ઘટનાને ફ્લેટમાં મિસ્ત્રી કામ કરવા માટે આવેલ સગીરે અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે સગીરને કબજામાં લઈને તેની પાસેથી ચોરીના ગયેલા મળને કબજે કરેલ છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી રવાપર પ્રાથમીક શાળા સામે ભુમી પેલેસમાં રહેતા કૈલાશભાઇ પ્રાગજીભાઇ જીવાણીએ ફરીયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યુ હતું કે તેનો ફ્લેટ બંધ હતો ત્યારે તેના ઘરે કબાટમાથી સોનાની માળા, સોનાની બંગડી તેમજ રોકડ ૧૦,૦૦૦ મળીને ૧.૭૦ લાખની ચોરી કરવામાં આવી હતી જેથી કરીને પોલીસે સીસીટીવી આધારે તેમજ હયુમન સોર્સીસ મદદથી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી ત્યારે ફ્લેટમાં મિસ્ત્રી કામ કરવા માટે રાજસ્થાની સગીર આવ્યો હતો અને તે બાળકિશોરએ ચોરી કરી હોવાનું સામે આવ્યું હતુ જેથી પોલીસે તેને પકડીને તેની પાસેથી સોનાની માળા, સોનાની બંગડી તથા રોકડ રૂપિયા મળીને ૧,૭૦,૦૦૦ નો મુદામાલ કબજે કરીને આગળની કાયદેસરની કાર્યવાહી કરી હતી






Latest News