મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત મોરબીની વી.સી.ટેકનિકલ હાઇસ્કુલ ખાતે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અનુદાનથી સંસ્કૃત કક્ષનું લોકાર્પણ ગણેશોત્સવ બનશે જનસેવાનો મહોત્સવ: હળવદ કા રાજા ગણપતિ પંડાલમાં કાલે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ મોરબી જીલ્લામાં ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોને ઓનલાઈન નોંધણી કરાવવા તંત્રનો અનુરોધ મોરબીના સરદારનગર સોસાયટીના ગણેશ ઉત્સવમાં ત્રિવિધ કાર્યક્રમ યોજાયો મોરબીમાં દુકાનમાંથી 40 શંકાસ્પદ મોબાઈલ ફોન સાથે વેપારીની અટકાયત હળવદના દેવીપુર ગામે યુવતી અને મોરબીના નીચી માંડલ ગામ પાસે કારખાનાના કવાર્ટરમાં યુવાનનો ગળાફાંસો ખાઈને આપઘાત
Breaking news
Morbi Today

માળીયામાં યુવાનને માર મરનારા બે શખ્સોની પોલીસે કરી ધરપકડ


SHARE





માળીયામાં યુવાનને માર મરનારા બે શખ્સોની પોલીસે કરી ધરપકડ

માળીયા મીયાણા નવા રેલ્વે સ્ટેશન પાસે ઉભેલા યુવાનને “તે કેમ અમારી ફુઇની દિકરી નુરજાબેનનુ ઘર ભંગાવેલ છે” કહીને બે શ્ખ્સોએ લોખંડની ડાંગ અને લાકડાના ધોકા વડે માર માર્યો હતો જેથી ઇયુવાને માળીયા તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી જેથી પોલીસે આ ગુનામાં બે આરોપીની ધરપકડ કરેલ છે

માળીયા મીયાણા નવા રેલ્વે સ્ટેશન સફર સંસ્થાની બાજુમાં રહેતા રફીકભાઇ હનીફભાઇ ભટી જાતે મીયાણા (ઉ ૨૪)એ સલમાનભાઇ ઓસમાણભાઇ માણેક અને અલીઅકબરભાઇ અમીનભાઇ માણેક રહે બંન્ને માળીયા મીયાણા વાળાની સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને લખાવ્યુ હતું કે, તે માળીયા મીયાણા નવા રેલ્વે સ્ટેશન પાસે આદમભાઇ માલાણીની દુકાન નજીક હતો ત્યારે આરોપીઓએ ત્યાં આવીને ફરીયાદીને કહેલ કે “તે કેમ અમારી ફુઇની દિકરી નુરજાબેનનુ ઘર ભંગાવેલ છે” અને બાદમાં જેમ ફાવે તેમ ભુડા બોલી ગાળો આપી હતી અને આરોપી સલમાનભાઇ ઓસમાણભાઇ માણેકએ તેને જમણા પગમા લોખંડની ડાંગ વતી માર મારી ફેકચરની ઇજા કરી છે તથા આરોપી અલીઅકબરભાઇ અમીનભાઇ માણેકએ તેને બંન્ને હાથમા લાકડાના ઘોકા વતી માર મારી ઇજા કરેલ હતી આ બનાવમાં પોલીસે યુવાનની ફરિયાદ લઈને હાલમાં બંને આરોપી સલમાનભાઇ ઓસમાણભાઇ માણેક અને અલીઅકબરભાઇ અમીનભાઇ માણેક રહે બંન્ને માળીયા મીયાણા વાળાની ધરપકડ કરેલ છે.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ




Latest News