અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ
Breaking news
Morbi Today

મોરબીના નીચી માંડલ ગામ નજીક ગેસ લીકેજના લીધે દાઝી જતા પતિ-પત્ની અને પુત્ર સારવારમાં


SHARE





મોરબીના નીચી માંડલ ગામ નજીક ગેસ લીકેજના લીધે દાઝી જતા પતિ-પત્ની અને પુત્ર સારવારમાં

મોરબીના હળવદ રોડ ઉપર આવેલા નીચી માંડલ ગામ પાસે સીરામીક યુનિટના લેબર ક્વાર્ટરમાં ગેસ લીકેજના લીધે આગ લાગવાનો બનાવ બન્યો હતો અને તેના લીધે પતિ-પત્ની અને તેમનો ત્રણ વર્ષનો દીકરો દાજી ગયો હોય સારવારમાં ખસેડાયા હતા.

મોરબી તાલુકા પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના હળવદ રોડ ઉપર આવેલા નીચી માંડલ ગામ નજીકના ફેનિસ્ટો સિરામિકમાં લેબર ક્વાર્ટરમાં રહીને મજૂરી કામ કરતા વિજયભાઈ જગાભાઈ પારઘી (૨૮) તેમના પત્ની લક્ષ્મીબેન વિજયભાઈ (૨૩) અને પુત્ર ધાર્મિક વિજયભાઈ પારઘી (ઉમર ૩) દાઝી જતા ત્રણેયને સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યા હતા બનાવને પગલે તાલુકા પોલીસ મથકના જસપાલસિંહ જાડેજા દ્વારા તપાસ ચલાવવામાં આવી હતી અને ખુલ્યુ હતું કે ક્વાર્ટરમાં ગેસ લીકેજના લીધે આગ લાગવાનો બનાવ બન્યો હતો જેમાં ત્રણેય દાઝી ગયા હોય સારવાર માટે ખસેડાયા હતા.

ભાઈએ કરેલ પ્રેમ લગ્નના મુદ્દે બહેનને માર મારનાર બે મહીલાઓની ધરપકડ

મોરબી તાલુકાના પંચાસર ગામે યુવતીને બે મહિલાઓએ માર માર્યો હતો જે બનાવમાં ફરિયાદ નોંધાઈ હતી અને તેમાં ભોગ બનેલ મનીષાબેન દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવતા જણાવવામાં આવ્યું હતું કે તેમના ભાઈ કિશોરએ પ્રેમ લગ્ન કર્યા હોય અને તે વાતનો રોષ રાખીને તેઓ જ્યારે શેરીમાંથી નીકળ્યા ત્યારે કાંતાબેન દિનેશભાઈ માધાભાઈ મકવાણા (૪૫) રહે. પંચાસર તાલુકો જીલ્લો મોરબી અને દક્ષાબેન કરણભાઈ લક્ષ્મણભાઈ ગોહિલ (૨૩) રહે. દુધઈ જોડીયા જામનગરએ તેઓને ઢીકાપાટુનો માર માર્યો હતો જે અંગે ફરિયાદ નોંધાવેલ હોય તપાસ કરી રહેલા અજીતસિંહ પરમાર દ્વારા ઉપરોક્ત મારામારીના બનાવમાં મનીષાબેન ઉપર હુમલો કરનાર કાંતાબેન મકવાણા અને દક્ષાબેન ગોહિલની ધરપકડ કરવામાં આવી હતી.




Latest News