Morbi Today
મોરબીમાં નવ દપંતીએ કર્તવ્ય જીવદયા ટ્રસ્ટને આપ્યું ૨૧,૦૦૦ નું અનુદાન
SHARE
મોરબીમાં નવ દપંતીએ કર્તવ્ય જીવદયા ટ્રસ્ટને આપ્યું ૨૧,૦૦૦ નું અનુદાન
મોરબી સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં લગ્નની મોસમ પૂર બહારમાં છે ત્યારે મોરબીના બાવરવા પરિવારના આંગણે લગ્ન પ્રસંગ હતા અને તે સમયે નવ દંપતિએ અનોખી પહેલ કરી હતી જેની મળતી માહિતી મુજબ મોરબીના ઉદ્યોગપતિ અને મૂળ મોડપરના રહેવાસી રમેશભાઈ ડાયાભાઈ બાવરવા તથા લતાબેન રમેશભાઈ બાવરવાના દીકરા દિપના લગ્ન મૂળ ખાખરેચી ગામના રહેવાસી અને હાલ મોરબીમાં રહેતા કનૈયાલાલ જાદવજીભાઈ કાલરીયા તથા સ્વ.ગીતાબેન કનૈયાલાલ કાલરીયાની દીકરી પુનમ સાથે યોજાયા હતા ત્યારે નવ દંપતીએ પ્રભુતામાં ડગ માંડતા પહેલા મોરબીના કર્તવ્ય જીવદયા ટ્રસ્ટને ૨૧૦૦૦ રૂપિયાનું અનુદાન આપ્યું હતું









