મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

મોરબીના સામાકાંઠે અનેક સોસાયટીઓમાં ગુજરાત ગેસ કંપનીના મીટર લીકેજ હોવાની રાવ, ગ્રાહક સુરક્ષા મંડળ કાર્યવાહી કરે તેવી સંભાવના


SHARE







મોરબીના સામાકાંઠે અનેક સોસાયટીઓમાં ગુજરાત ગેસ કંપનીના મીટર લીકેજ હોવાની રાવ, ગ્રાહક સુરક્ષા મંડળ કાર્યવાહી કરે તેવી સંભાવના

મોરબી-૨ સામાકાંઠા વિસ્તારની વિવધ સોસાયટીઓ જેમાં જનકલ્યાણ, વર્ધમાન, અનંતનગરમાં જયારથી ગેસની લાઇન આવી છે ત્યારથી મીટર બદલાવેલ નથી ઘણાખરા મીટર લીકેજ છે જેના કારણે ગ્રાહકને પાંચ હજારની આસપાસમાં બીલ આવે છે.ઘર વપરાશમાં કયારેય આટલી મોટી રકમના બીન઼લ ન આવે તે સ્વાભાવીક છે.ગુજરાત ગેસ કંપનીને આ બાબતે અવાર-નવાર ગ્રાહકો ફરીયાદો કરે છે પરંતુ કોઇ દાદ આપતું નથી તેવું જાણવા મળેલ છે.તેથી ગુજરાત ગેસ કંપએ ૧૫ દિવસની અંદર આ વિસ્તારના દરેક રહેણાંક કનેકશન મીટર ચેક કરી ગેસ લીકેજ કયાંથી થાય છે તેની તપાસ કરીને ગ્રાહકના પ્રશ્નોનો ઉકેલ લાવવો જોઇએ નહીંતર ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતા ઘ્વારા ગ્રાહક તકરાર નિવારણમાં મામલો લઇ જવાની ફરજ પડશે અને કાયદાકીય કાનુની પ્રક્રિયા કરશે અને તેની તમામ જવાબદારી ગુજરાત ગેસ કંપનીની રહેશે તેમ મોરબી શહેર-જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતાએ યાદીમાં જણાવેલ છે.






Latest News