ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ મોરબીના ગોર ખીજડીયા ગામે સરપંચના હસ્તે તિરંગો લહેરાવીને સ્વાતંત્ર્ય પર્વ ઉજવાયો પર્યાવરણની જાળવણી માટે વૃક્ષોનું વાવેતર-જતન કરવું ખૂબ જરૂરીઃ મંત્રી કાંતિભાઇ અમૃતિયા મોરબીમાં યોજાયેલ બ્રહ્મ ચોર્યાસીમાં રાજ્યમંત્રી, સાંસદ, સહિતના આગેવાનો અને 5000થી વધુ ભૂદેવોએ પ્રસાદનો લાભ લીધો મોરબીમાં ગેરકાયદે કતલખાના તથા નોનવેજનું વેચાણ બંધ કરાવવા 52 કોર્પોરેટરની સહી સાથે હિન્દુ સંગઠનો સંમતિ, હવે પગલે ન લેવાય તો વિરોધ પ્રદર્શન સાથે પૂતળા દહનની ચીમકી મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના ઝૂલતા પુલના  કેસમાં મૃતક પરિવારને એક કરોડનું વળતર અપાવવા માજી સાંસદ મેદાનમાં


SHARE







મોરબીના ઝૂલતા પુલના  કેસમાં મૃતક પરિવારને એક કરોડનું વળતર અપાવવા માજી સાંસદ મેદાનમાં

મોરબીની ઝુલતા પુલની દુર્ઘટનામાં ૧૩૫ લોકોના મોત થયા હતા જેથી કરીને મૃતકોના પરિવારજનોને એક કરોડનું વળતર આપવામાં આવે અને ઈજા પામનારાઓને પાંચ લાખ સુધીનું વળતર આપવા માટેની કાર્યવાહી કરવામાં આવી રહી છે અને રાજકોટના માજી સાંસદ દ્વારા ગ્રાહક અદાલતમાં તેના માટેની કાર્યવાહી કરવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે

રાજકોટના માજી સાંસદ રામજીભાઈ માવાણીએ રાજકોટ શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા મોરબીના ઝૂલતા પુલની ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને વધુ વળતર મળે તેના માટેની કાર્યવાહી  શરૂ કરી છે કેમ કે, ઝુલતા પુલ દુર્ઘટનામાં ૧૩૫ લોકોના મૃત્યુ થયા હતા અને સંચાલકોની ખામીના લીધે આ ઘટના બની છે અને ફોરેન્સીક સાયન્સ લેબોરેટરીના પ્રતિનિધીઓએ આપેલા રિપોર્ટમાં જણાવ્યુ છે કે, પુલ ભંગાર અને ટુટીફુટી હાલતમા હતો, પુલની કરોડરજ્જુ નબળી હતી, જોઈન્ટના બોલ્ટ જૂના અને કાંટ ખાધેલ હતા, રિપેરીંગના નામે પુલ ઉપર માત્ર કલર લગાવવામાં આવેલ હતો આટલું જ નહીં પુલ ઉપર એક સાથે ૧૦૦ વ્યક્તિઓને ઉભા રહેવાની કેપેસીટી હતી તો પણ વધુ લોકોને મોકલવામાં આવ્યા હતા વધુમાં એવી પણ માહિતી સામે આવી છે કે, જે સ્ટાફ મૂકવામાં આવ્યો હતો તે અનુભવી સ્ટાફ હતો જ નહીં માત્ર અને માત્ર ઉચ્ચા દ૨ની ટિકીટ વેંચી ઓરેવા કંપનીએ વધુને વધુ નફો કરવા મુલાકાતીઓને ધોળા દિવસે મોતના મુખમાં ધકેલી દિધેલ છે. આ બધાજ આધાર-પુરાવા અને સંજોગો ગ્રાહક અદાલતમા મૃતકોના વારસો તેમજ ઈજા પામનારાઓને ઉચ્ચો વળતર અપાવવા ૧૦૦૦ ટકા પુરતા છે તેવું માજી સાંસદ રામજીભાઈ માવાણીએ જણાવ્યુ છે






Latest News