મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં જીલ્લા ક્ષય કેન્દ્ર ખાતેથી લેપ્રસી અવેરનેસ કેમ્પેઈનનો શુભારંભ કરાયો


SHARE











મોરબી જીલ્લામાં જીલ્લા ક્ષય કેન્દ્ર ખાતેથી "લેપ્રસી અવેરનેસ કેમ્પેઈન" નો શુભારંભ કરાયો

૩૦ મી જાન્યુઆરી રક્તપિત્ત વિરોધી દિવસ તરીકે ઉજવવામાં આવે છે સાથે સાથે પુજ્ય મહાત્મા ગાંધીજીની પુણ્યતિથી પણ હોય ગાંધીજીના નિર્વાણ દિને તા.૩૦ મી જાન્યુઆરીથી ૧૩ મી ફેબ્રુઆરી દરમ્યાન એન્ટી લેપ્રસી પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે "સ્પર્શ લેપ્રસી અવેરનેસ કમ્પેઈન"નો શુભારંભ જીલ્લા ક્ષય કેન્દ્ર-રક્તપિત્ત કેન્દ્ર ખાતેથી દિપ પ્રાગટય કરી કરવામાં આવ્યો હતો. રક્તપિત્ત મુક્ત ભારત બનાવવા માટે  મહાત્મા ગાંધીજીના સ્વપ્નને પરિપુણૅ  કરવા માટે રક્તપિત્ત રોગ વિશે જાગૃતિ વધારવી, શંકાસ્પદ રક્તપિત્તનાં લક્ષણો જણાય તો આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલવાં દર્દી પ્રત્ય ભેદભાવ ન રાખવાં જણાવ્યું હતું.

સંયુક્ત પ્રયાસોથી આપના ગામને રક્તપિત્ત મુક્ત બનાવવાની જવાબદારી આપણી છે જે માટે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા તમામને પ્રતિજ્ઞા લેવડાવવામાં આવેલ તથા રક્તપિત્ત નિમૃલન કાર્યકમમાં જોડાવવા તમામને અપીલ કરવામાં આવેલ."સ્પર્શ રક્તપિત્ત જાગૃતિ અભિયાન" અંતર્ગત મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો.કવિતાબેન દવે તથા જીલ્લા ક્ષય-રક્તપિત્ત અધીકારી ડો.એન.એન.ઝાલાના સતત માગૅદશૅન હેઠળ કાર્યકમનો શુભારંભ કરવામાં આવ્યો હતો.તેમજ આ કાર્યક્રમમાં તાલુકા આરોગ્ય અધિકારી માળીયા(મી.) ડો ડી.જી.બાવરવા, તાલુકા આરોગ્ય અધિકારી ડો.રાહુલ કોટડીયા તથા અથૅના સ્કીન કલીનીકના ડો.વાય.એમ.ઝાલા તેમ સર્વે એ રક્તપિત્ત વિશે માહિતી આપી હતી.કાર્યક્રમમાં આશા ફેસિલીટર તેમજ આશા બહેનો હાજર રહેલ હતા.આ કાર્યક્રમમાં ઉપસ્થિત રક્તપિત્તમાં દર્દીઓને અલ્સર કીટ તેમજ એમસીઆર શુઝનું વિતરણ કરી રોગ વિશે માહિતી આપી પ્રોતસાહિત કરવામાં આવ્યા હતા.કાર્યક્રમને સફળ બનાવવા રક્તપિત્ત પેરા મેડિકલ વકૅર ધર્મેન્દ્રભાઈ‌ વાઢેર તથા જીલ્લા પ્રોગ્રામ કૉ-ઓરડીનેટર પિયુષભાઈ જોષી, આઇ. ઇ.સી. કો ઓર્ડીનટર ઝરણાંબેન રાઠોડ તથા અન્ય તમામ ડીટીસી કમૅચારીઓ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.






Latest News