મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

રાજકોટની જેમ મોરબીના લાતી પ્લોટમાં ખુલ્લી ગટર નિર્દોષ વ્યક્તિનો ભોગ લે તેની જોવાતી રાહ !


SHARE











રાજકોટની જેમ મોરબીના લાતી પ્લોટમાં ખુલ્લી ગટર નિર્દોષ વ્યક્તિનો ભોગ લે તેની જોવાતી રાહ !

મોરબી પાલિકા દ્વારા મોરબીમાં સૌથી વધુ ટેક્સ મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાંથી લેવામાં આવે છે તો પણ ત્યાં કોઈ સુવિધા આપવામાં આવી રહી નથી જેથી કરીને ધીમેધીમે ત્યાં કારખાના બંધ થવા લાગયા છે અને નાના લોકોની રોજગારી છીનવાઇ રહી છે તે હક્કિત છે તાજેતરમાં જ રાજકોટમાં ખાડાના લીધે નિર્દોષ વાહન ચાલકનો ભોગ લેવાયેલ છે ત્યારે મોરબીના લાતી પ્લોટને લઈને સવાલો ઊઠે તે સ્વાભાવિક છે કેમ કે, વધુ ટેક્સ ચૂકવતા લાતી પ્લોટની હાલત આજની તારીખે અતિ દયનીય છે આજે વગર ચોમાસે પણ ઉભરાતી ગટરના પાણી રોડ પર ફરી વળ્યા છે જેથી કરીને રાહદારીઓ અને વેપારીઓને લાતી પ્લોટ વિસ્તારમાંથી પસાર થવું કપરું બની ગયેલ છે આટલું ઓછું હોય તેમ મોરબીના લાતી પ્લોટમાં અંદરની શેરીઓમાં તેમજ મુખી માર્ગ ઉપર ઘ જગ્યાએ ગટરના ઢાંકણા જ નથી જેથી કરીને ગટર ખુલ્લી પડી છે તેમ રાજકોટની જેમ કોઈ નિર્દોષ વાહન ચાલક કે પછી રાહદારી વ્યક્તિ પડી જશે અને તેનો ભોગ લેવાશે તો શું રાજકોટની જેમ મોરબી પાલિકાના બેદરકાર અધિકારી અને કર્મચારીઓની સામે ગુનો નોંધાવવામાં આવશે ખરો તે સૌથી મોટો સવાલ છે






Latest News