મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીની નોબેલ કીડ્ઝ સ્કુલમાં સ્વેટર ન પહેરનાર વિધાર્થીનીને શાળાએ આપી સજા


SHARE











મોરબીની નોબેલ કીડ્ઝ સ્કુલમાં સ્વેટર ન પહેરનાર વિધાર્થીનીને શાળાએ આપી સજા

મોરબીના સામાકાંઠે વિસ્તારમાં આવેલ નોબેલ કીડ્ઝ સ્કુલમાં વિદ્યાર્થિનીએ સ્વેટર પહેર્યા વગર આવી હતી જેથી કરીને તેને ઠંડીમાં બહાર ઊભી રાખવામા આવી હતી જેથી કરીને એન.એસ.યુ.આઈ.ના કાર્યકરો સ્કૂલમાં રજૂઆત કરવામાં માટે દોડી ગયા હતા

મોરબીમાં નઝરબાગ રોડ ઉપર આવેલ નોબેલ કીડ્ઝ સ્કુલમાં ઘો. ૪ માં અભ્યાસ કરતી વિઘાર્થીની ક્રિષ્નાબેન સુરેશભાઈ ટુંડીયા શનિવારે સ્કુલનું સ્વેટર પહેર્યા વગર ગઈ હતી જેથી કરીને તેને ઠંડીમાં બહાર ઉભા રહેવાની સજા આપવામાં આવી હતી અંગેની જાણ એન.એસ.યુ.આઈ.ના પ્રદેશ મહામંત્રી કુલદીપસિંહ જાડેજા, પ્રદેશ આગેવાન પુષ્પરાજસિંહ જાડેજા, ભાવનિક મુછડીયા, રાજ ટુંડિયા સહિતના‌ એન.એસ.યુ.આઈ. ના કાર્યકર્તા સાથે શાળામાં રજુઆત કરવા માટે પહોચ્યા હતા ત્યારે શાળાના સંચાલકોમૌન સેવી લીધું હતું અને શાળાના સંચાલક દીપાબેને એવું કહ્યું હતું કે, અગાઉ પણ વિધાર્થીની સ્વેટર પહેરીને આવી ન હતી જેથી તેને ત્યારે સૂચના આપી હતી અને શનિવારે પણ સ્વેટર પહેર્યું ન હતું અને ઠંડી વધુ હોવાથી ગરમ વસ્ત્રો પહેરવા જરૂરી છે અને ગરમ વસ્ત્રો પહેરવા માટે વાલીને જાણ પણ કરેલ છે






Latest News