મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાં ધર્મગોલ્ડ શોપિંગ સેન્ટરના ધાબા ઉપરથી ૭૦ બોટલ દારૂ સાથે એક પકડાયો


SHARE











મોરબીમાં ધર્મગોલ્ડ શોપિંગ સેન્ટરના ધાબા ઉપરથી ૭૦ બોટલ દારૂ સાથે એક પકડાયો

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ત્રાજપર ચોકડીથી રામકુવા તરફ જવાના રસ્તે ધર્મગોલ્ડ શોપિંગ સેન્ટરના ઉપરના ભાગે ખુલ્લા ધાબામાં દારૂનો જથ્થો પડ્યો હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી અને ત્યારે સ્થળ ઉપરથી દારૂની ૭૦ બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે ૨૬૨૫૦ ની કિંમતનો મુદ્દામાલ કબજે કરીને બુટલેગરની ધરપકડ કરેલ છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમને બાતમી મળી હતી કે, મોરબીમાં ત્રાજપર ચોકડીથી રામકુવા તરફ જવાના રસ્તે ધર્મ ગોલ્ડ શોપિંગ સેન્ટર નામના કોમ્પ્લેક્સના ઉપરના ભાગે ખુલ્લા ધાબામાં દારૂનો જથ્થો પડ્યો છે જેથી પોલીસ દ્વારા ત્યાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની ૭૦ બોટલ મળી આવી હોય પોલીસે ૨૬૨૫૦ ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આ દારૂનો જથ્થો હિતેશ ઉર્ફે વિપુલ ઉર્ફે ટકો રાજુભાઈ મુંધવા જાતે ભરવાડ (૨૨) રહે. કુબેર ટોકીઝ પાછળના ભાગમાં મફતીયાપરા વિસ્તાર શોભેશ્વર રોડ મોરબી વાળાનો હોવાનું સામે આવતા તેને પણ ઝડપી લેવામાં આવ્યો છે અને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

ચાર બોટલ

મોરબીના જેતપર રોડ ઉપર પીપળી ગામની સીમમાં લોર્ડ્સ હોટલ સામેથી પસાર થઈ રહેલ શખ્સને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની ચાર બોટલ મળી આવી હતી જેથી પોલીસે ૧૫૦૦ રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને મુકેશભાઈ લક્ષમણભાઇ સાલાણી જાતે કોળી (૨૫) રહે. પીપળી રોડ લોર્ડસ હોટલ સામે મૂળ રહે ભીમાસર તાલુકો રાપર જિલ્લો કચ્છ વાળાની ધરપકડ કરેલ છે.






Latest News