મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં મેયર સારો કે મારો તે પ્રશ્નાર્થ: મોરબી મહાપાલિકાના પ્રથમ મેયર માટે ચાલતી ખેંચતાણમાં છેલ્લી ઘડીએ પેનલના નામ ઉપર નીચે કરાતા હોબાળો રાજકોટની જેલમાંથી પેરોલ ઉપર મુક્ત થયેલ કેદી નાસી જતા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો મોરબીમાં સર્કિટ હાઉસ નજીક દેશી દારૂના હાટડા ઉપર સ્થાનિક લોકોની જનતા રેડ, પોલીસની કામગીરી સામે સવાલ વાંકાનેરમાં ચંદ્રપુર ગામે રહેણાક મકાનમાંથી 54 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો, એકની શોધખોળ મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે
Breaking news
Morbi Today

હળવદના સ્વામિનારાયણ નગરમાં બંધ ઘરમાંથી ૪.૦૫ લાખના મુદામાલની ચોરી


SHARE











હળવદના સ્વામિનારાયણ નગરમાં બંધ ઘરમાંથી ૪.૦૫ લાખના મુદામાલની ચોરી

હળવદ શહેરમાં સરા રોડ ઉપર આવેલ સ્વામિનારાયણ નગર સોસાયટીમાં રહેતા યુવાનના બંધ ઘરના દરવાજાનો લોક તોડીને અજાણ્ય શખ્સ દ્વારા ઘરમાં પ્રવેશ કરવામાં આવ્યો હતો અને રોકડા ચાર લાખ રૂપિયા સહિત કુલ મળીને 4.05 લાખની કિંમતના મુદ્દામાલની ચોરી કરવામાં આવી છે જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે હળવદ શહેરમાં સરા રોડ ઉપર આવેલ સ્વામિનારાયણ નગર સોસાયટી ખાતે રહેતા અને ખેતી કામ કરતા ચંદુભાઈ પ્રેમજીભાઈ જાદવ જાતે દલવાડી (ઉંમર 43)એ હાલમાં અજાણ્યા શખ્સની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ગત તા. ૨૪/૧/૨૩ ના સાંજના છ વાગ્યાથી લઈને ૨૫/૧/૨૩ ના સવારે સાડા નવ વાગ્યા સુધી તેનું મકાન બંધ હતું ત્યારે કોઈ અજાણ્ય શખ્સ દ્વારા તેના ઘરને નિશાન બનાવવામાં આવ્યું હતું અને ઘરના મુખ્ય દરવાજાનો લોક તોડીને અજાણ્યા શખ્સ દ્વારા ઘરમાં પ્રવેશ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તિજોરીનું તાળું તોડીને તિજોરીમાંથી રોકડા ચાર લાખ રૂપિયા અને ૫૦૦૦ રૂપિયાની કિંમતના ચાંદીના દાગીના આમ કુલ મળીને ૪.૦૫ લાખ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને પોલીસે અજાણ્યા શખ્સની સામે યુવાને નોંધાવેલ ફરિયાદ મુજબ ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

અકસ્માતમાં ઇજા

મોરબીના ટિંબડી ગામના પાટીયાથી આગળના ભાગમાં આવેલ હરી કોમ્પ્લેક્સની સામેના ભાગમાં ટ્રક ડમ્પર નંબર જીજે ૩૬ ટી ૯૫૬૪ ના ચાલકે પોતાના વાહનને અચાનક બ્રેક લગાવી હતી જેથી કરીને તેની પાછળના ભાગમાં કાર નં જીજે ૧૮ બીજે ૨૯૮૨ લઈને આવી રહેલ વાધરવા ગામના રહેવાસી ચંદ્રપાલસિંહ મહાવીરસિંહ જાડેજા જાતે દરબાર (૨૮) ની કાર ટ્રક ડમ્પરની પાછળના ભાગમાં અથડાઈ હતી જેથી કરીને ફરિયાદીને માથાના ભાગે ઈજા થઈ હતી અને વાહનમાં પણ નુકસાન થયું હતું જોકે અકસ્માત સર્જાયા બાદ ટ્રક ડમ્પરનો ચાલક પોતાનું વાહન મૂકીને નાસી ગયો હતો જેથી કરીને હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News