મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન
Breaking news
Morbi Today

ગુજરાતમાં ખુંટીયાના ખસીકરણ કાર્યક્રમનો મોરબીથી પ્રારંભ કરાવતા રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલ


SHARE











ગુજરાતમાં ખુંટીયાના ખસીકરણ કાર્યક્રમનો મોરબીથી પ્રારંભ કરાવતા રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલ

સમગ્ર ગુજરાતની અંદર રજડતા ઢોરના આતંકના કારણે અવારનવાર નિર્દોષ લોકો તેની ઝડપે ચડતા હોય છે ત્યારે આ રજડતા ઢોરને કંટ્રોલ કરવા માટે થઈને સમગ્ર ગુજરાતની અંદર સરકાર દ્વારા ખસીકરણ યોજના અમલમાં મૂકવામાં આવી છે અને તેનો પ્રારંભ આજે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલની હાજરીમાં મોરબીની યદુનંદન ગૌશાળા ખાતેથી કરવામાં આવ્યો છે અને આગામી દિવસોમાં સમગ્ર રાજ્યની અંદર ખસીકરણ યોજનાની અમલવારી કરવામાં આવશે

મોરબી જિલ્લા સહિત સમગ્ર ગુજરાતની અંદર રજડતા ઢોરની સંખ્યામાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે અને આ મુદ્દે હાઇકોર્ટે પણ સરકાર સામે લાલ આંખ કરી હતી ત્યારબાદ મોરબી માળિયા વિધાનસભા બેઠકના વર્તમાન ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા રજડતા ઢોરને કંટ્રોલ કરવા માટે થઈને ખસીકરણની યોજના અમલમાં મૂકવામાં આવે તે બાબતે સરકાર સમક્ષ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો અને તેને તાત્કાલિક ધ્યાને લઈને રાજ્યના કૃષિ અને પશુપાલન વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા ખસીકરણ યોજનાને અમલમાં મૂકવામાં આવી છે અને મોરબી જિલ્લામાંથી આ યોજનાની અમલવારી શરૂ કરવામાં આવી છે જેના ભાગરૂપે મોરબી શહેરના લીલાપર રોડ ઉપર આવેલ યદુનંદન ગૌશાળા ખાતે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલની હાજરીમાં કાર્યક્રમ યોજાયો હતો અને મોરબી જિલ્લા થી આ યોજનાને અમલમાં મૂકવામાં આવી છે અને સમગ્ર ગુજરાતના તમામ જિલ્લા તાલુકા ની અંદર ખસીકરણ માટે થઈને કામગીરી સરકારી વિભાગ દ્વારા કરવામાં આવશે તેવું જાણવા મળે છે વધુમાં મંત્રીએ જણાવ્યું હતું કે કોઈપણ વિસ્તારની અંદર રજડતા આખલા અને ખૂંટીયા હોય તો તેને કોઈપણ પાંજરાપોળ કે ગૌશાળામાં રાખવામાં આવશે તો સરકારના ધારા ધોરણ અને નીતિ નિયમ મુજબ તેના નિભાવ માટે થઈને તે પાંજરાપોળ અથવા તો ગૌશાળાને રકમ ચૂકવવામાં આવશે તેવું પણ તેમણે જણાવ્યું હતું






Latest News