મોરબીમાં પ્રેમ લગ્નની નારાજગી મુદ્દે બે પક્ષો દ્વારા સામ સામે મારામારી બાદ ફરિયાદો નોંધાઇ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હદમાંથી બે સગીરાઓના અપરણના બનાવમાં એક સગીર સહિત બે વિરુદ્ધ કાર્યવાહી વાંકાનેરમાં છકડો રીક્ષામાં નિરણની આડમાં લઇ જવાતા ૨.૧૩ લાખના દારૂ સાથે એક પકડાયો સૌરાષ્ટ્રને અલગ રાજયનો દરજ્જો આપવા મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી મોરબી જિલ્લાના સફાઈ કામદારોને ‘ડૉ. આંબેડકર આવાસ યોજના’ હેઠળ ઘરઆંગણે પાકા મકાન માટે રૂ. ૧.૭૦ લાખની સહાયનો લાભ લેવા અનુરોધ જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન
Breaking news
Morbi Today

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રહેતા પરિવારની સગીરવયની દીકરીનું અપહરણ : ગુનો નોંધાયો


SHARE











મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રહેતા પરિવારની સગીરવયની દીકરીનું અપહરણ : ગુનો નોંધાયો

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતા અને મૂળ એમપીના પરિવારની સગીરવયની દીકરીને લલચાવીને બદકામ કરવાના ઇરાદે અપહરણ કરી જવામાં આવતા ભોગ બનેલ સગીરાના ભાઈ દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા હાલમાં તાલુકા પોલીસ દ્વારા ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના અને હાલ મોરબીના સામાકાંઠે ઘુંટુ રોડ ઉપર આવેલ એક સીરામીકના કારખાનામાં રહીને મજૂરી કામ કરતા મજૂર પરિવારની સગીર વયની દીકરીને લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઇરાદે વાલીપણામાંથી અપહરણ કરી જવામાં આવેલ હોય હાલ ભોગ બનેલ સગીરાના ભાઈ દ્વારા ફરિયાદ નોંધવામાં આવેલ છે જેમાં તેણે જીતેન દારાસીંગ વર્મા રહે. બરૂડી ગામ તા.નરસિંહગઢ જી.રાજગઢ મધ્યપ્રદેશ વાળા સામે ગુનો નોંધાવ્યો હોય હાલમાં પોલીસે કલમ ૩૬૩, ૩૬૬ તેમજ પોકસો એક્ટની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે જેની તાલુકા પીઆઈ વાળા તપાસ ચલાવી રહ્યા છે.

કામ દરમિયાન મશીનમાં દુપટ્ટો ફસાઈ જતા મહિલા સારવારમાં

મોરબીના બેલા ગામ પાસે ખોખરા હનુમાન મંદિર જતા રસ્તે આવેલ મોનોલીથ સટકેસ નામના યુનિટમાં કામ દરમિયાન મશીનમાં દુપટ્ટો ફસાઈ જવાના બનેલ બનાવમાં ગળેટુંપો આવી જતા સુવાળીબેન ડાવર નામની ૧૯ વર્ષીય આદિવાસી મહિલાને સારવાર માટે મોરબીના સામાકાંઠે આવેલ શિવમ હોસ્પિટલે ખસેડવામાં આવી હતી હાલમાં તાલુકા પોલીસ મથકને જાણ કરવામાં આવેલી હોય તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયા દ્વારા આ અંગે આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે જ્યારે મોરબી તાલુકાના બીલીયા ગામે રહેતો અમિત ઈન્દુભાઈ મુંધવા નામનો ૨૭ વર્ષનો યુવાન મોરબીની પીપળીયા ચોકડીથી બીલીયા ગામ બાજુ જતો હતો ત્યારે બીલીયાના રસ્તે તેના બાઇકની આડે રોજડુ અચાનક આડું ઉતરતા બાઈક સ્લીપ થઈ ગયું હતું જે બનેલ બનાવમાં ઇજા પામેલ અમિત મુંધવાને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.






Latest News