મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં મેયર સારો કે મારો તે પ્રશ્નાર્થ: મોરબી મહાપાલિકાના પ્રથમ મેયર માટે ચાલતી ખેંચતાણમાં છેલ્લી ઘડીએ પેનલના નામ ઉપર નીચે કરાતા હોબાળો રાજકોટની જેલમાંથી પેરોલ ઉપર મુક્ત થયેલ કેદી નાસી જતા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો મોરબીમાં સર્કિટ હાઉસ નજીક દેશી દારૂના હાટડા ઉપર સ્થાનિક લોકોની જનતા રેડ, પોલીસની કામગીરી સામે સવાલ વાંકાનેરમાં ચંદ્રપુર ગામે રહેણાક મકાનમાંથી 54 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો, એકની શોધખોળ મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે
Breaking news
Morbi Today

હળવદમાંથી ૯૬ બોટલ દારૂ ભરેલ છોટાહાથી પકડ્યું: વાહન ચાલક ફરાર


SHARE











હળવદમાંથી ૯૬ બોટલ દારૂ ભરેલ છોટાહાથી પકડ્યું: વાહન ચાલક ફરાર

હળવદ ટાઉનના રીલાયન્સ પેટ્રોલપંપ બાજુમાં દિવ્યપાર્ક જવાના રસ્તા ઉપરથી ટાટા કંપનીની છોટાહાથી ગાડી જતી હતી તેને રોકીને પોલીસે ચેક કરી હતી ત્યારે તે વાહનમાંથી દારૂની ૯૬ બોટલ મળી આવી હતી ત્યારે વાહન ચાલક ત્યાંથી નાસી ગયો હતો જેથી પોલીસે ૩.૩૬ લાખનો મુદામાલ કબજે કરેલ છે અને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે 

મોરબી જિલ્લાના હળવદ તાલુકા પોલીસે સ્ટેશનના પીઆઇ એમ.વી.પટેલ તેમજ તેની ટિમ એસપી તરફથી માલ્ટા માર્ગદર્શન મુજબ કામ કરી રહી છે ત્યારે હળવદ ટાઉનના રીલાયન્સ પેટ્રોલપંપ બાજુમાં દિવ્યપાર્ક જવાના રસ્તા ઉપરથી જતી ટાટા કંપનીની છોટાહાથી ગાડી જીજે ૩ બીવી ૬૦૫૪ ને રોકીને પોલીસે ચેક કરી હતી ત્યારે તે વાહનમાંથી વિદેશી દારૂની ૯૬ બોટલ મળી આવી હતી જેથી પોલીસે ૩૬,૦૦૦ નો દારૂ તેમજ ટાટા કંપનીની છોટાહાથી જેની કિંમત ૩,૦૦,૦૦૦ આમ કુલ મળીને ૩,૩૬,૦૦૦ નો મુદ્દામાલ કરેલ છે અને છોટાહાથી ગાડીનો ચાલક ગાડી મુકી નાસી ગયો હતો જેથી કરીને છોટાહાથી ગાડીના ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બાઇક સ્લીપ

મોરબીના કંડલા બાયપાસ રોડ ઉપરથી પંચમહાલ જિલ્લાના રહેવાસી જશવંતભાઈ મસુરભાઈ (ઉંમર ૩૩) નામનો યુવાન બાઇક લઈને જતો હતો ત્યારે તેનું બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને તેને ઈજા થઈ હોવાથી યુવાનને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને ગયા હતા. આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી છે

ઇજા થતાં સારવારમાં

મોરબીના લાલપર ગામ પાસે એલિકા વિટ્રીફાઈડ નામના કારખાનામાં કામગીરી દરમિયાન રાજેશ ઈશ્વરભાઈ કણજારીયા (૪૧) નામના યુવાનને ઇજા થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્ત હાલતમાં યુવાનને સારવાર માટે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ખાનગી હોસ્પિટલ ખાતે લઈને ગયા હતા અને અકસ્માતના બનાવની તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીઓની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

ઝેરી દવા પીધી

મોરબી તાલુકાના ધુળકોટ ગામે વેલજીભાઈ ગોવિંદભાઈ થોરીયાની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા થાવરીબેન નાથાભાઈ વાખડા (૪૫) એ કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તે મહિલાને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News