ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

ટંકારા ખાતે ઉમંગ એન્ટરપ્રાઇઝ ગોડાઉનમાંથી જુગાર ધામ સાથે શંકાસ્પદ આયુર્વેદીક હર્બલ ટોનીકની ૩૭૫૦ બોટલો ઝડપાઇ


SHARE











ટંકારા ખાતે ઉમંગ એન્ટરપ્રાઇઝ નામના ગોડાઉનમાંથી શંકાસ્પદ આયુર્વેદીક હર્બલ ટોનીકની ૩૭૫૦ બોટલો !

ટંકારા ખાતે ઉમંગ એન્ટરપ્રાઇઝ નામના ગોડાઉનમાં એલસીબીની ટીમે રેડ કરી હતી ત્યારે માનવ શરીરને નુકશાનકારક શંકાસ્પદ આયુર્વેદીક હર્બલ ટોનીકની ૩૭૫૦ બોટલો જેની કિંમત  ૩,૦૦,૦૦૦ નો મુદામાલ પોલીસે કબજે કરેલ છે અને આ ગોડાઉનમાં જુગાર રમતા છ જુગારીને પણ પકડેલ છે

મોરબી એલ.સી.બી.ના સંજયભાઇ મૈયડ તથા ભગીરથસિંહ ઝાલાને અગાઉથી ચોકકસ હકિકત મળેલ કે, રોહીતભાઇ અમરશીભાઇ પટેલ રહે. જીવાપર તા. ટંકારા વાળો ટંકારા રાજકોટ રોડ લતીપર ચોકડી પાસે, આવેલ પોતાના કબજા ભોગવટા વાળા ઉમંગ એન્ટરપ્રાઇઝ નામના ગોડાઉનમાં બહારથી માણસો બોલાવી જુગારનો અખાડો ચલાવે છે તેવી હકીકત આધારે રેઇડ કરતા જુગાર અંગેની પ્રવૃતિ મળી આવેલ સાથોસાથ ગોડાઉનમાં તપાસ કરતા ગોડાઉનમાંથી માનવ શરીરે નુકશાન કરે તેવી આયુર્વેદીક હર્બલ ટોનીક URINASAV ની બોટલો ૩૭૫૦ જેની કિંમત ૩,૦૦,૦૦૦ નો મુદામાલ મળી આવેલ હતો જે બોટલોમાં ભરેલ પ્રવાહી આલ્કોહોલીક કે માનવ શરીરને નુકશાન થાય તેવુ છે કે કેમ ? તે અંગે તપાસણી કરવા સારૂ ઉપરોકત જથ્થો શંકાસ્પદ મિલ્કત તરીકે સીઆરપીસી કલમ ૧૦ર મુજબ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે આ કામગીરી પીઆઇ વી.બી.જાડેજાની સુચનાથી પીએસઆઇ એન.બી.ડાભી, સંજયભાઇ મૈયડ, વિક્રમસિંહ બોરાણા, પૃથ્વીરાજસિંહ જાડેજા, જયવંતસિંહ ગોહીલ, દશરથસિંહ ચાવડા, વિક્રમભાઇ કુગશીયા, ભગીરથસિંહ ઝાલા, ભરતભાઇ મિયાત્રા, સતીષભાઇ કાંજીયા વિગેરે જોડાયેલ હતા .

જુગાર રમતા પકડાયા

ટંકારા ખાતે ઉમંગ એન્ટરપ્રાઇઝ નામના ગોડાઉનમાં જુગાર રમતા હોવાની બાતમી હતી જેના આધારે રેડ કરી હતી ત્યારે ત્યા જુગાર રમતા રોહીતભાઇ અમરશીભાઇ ડાકા જાતે પટેલ ઉવ -૨૬, મનોજ પ્રાગજીભાઇ ફેફર જાતે પટેલ ઉવ -૪ર, દિપક રાણાભાઇ ઝાપડા જાતે ભરવાડ ઉવ -૩૨, બીપીન અમરશીભાઇ ચૌધરી જાતે પટેલ ઉવ -૨૯, ઉમેશ ભીખાભાઇ બાબરીયા જાતે કોળી ઉવ -૨૮ અને ભુપતભાઇ છગનભાઇ ધોડાસરા જાતે પટેલ ઉવ -૨૫ જુગાર રમતા હતા માટે પોલીસે  ૭૨,૩૦૦ ના મુદામાલ સાથે છ આરોપીઓને પકડી પાડી આરોપીઓ વિરૂધ્ધ જુગાર ધારા કલમ ૪,૫ હેઠળ ટંકારા પોલીસ સ્ટેશનમાં ગુનો જીસ્ટર કરાવેલ છે






Latest News