મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન
Breaking news
Morbi Today

હળવદના ચુપણી નજીક વીજ કંપનીનો ચાલુ વાયર તૂટી પડતાં ૨૧ અબોલ દૂધાળા પશુના મોત


SHARE







હળવદના ચુપણી નજીક વીજ કંપનીનો ચાલુ વાયર તૂટી પડતાં ૨૧ અબોલ દૂધાળા પશુના મોત

હળવદના ચુપણી ગામ નજીક આજે વીજ કંપનીનો ચાલુ વીજ વાયર તૂટી પડ્યો હતો ત્યારે નીચેથી પસાર થતી ગાયો અને ભેંસો તેને અડકી ગયેલ હતી જેથી કરીને અકે કે બે નહીં પરંતુ ૧૬ ભેંસ અને ૫ ગાયના મોટા થયેલ છે જેથી કરીને દૂધાળા પશુના મોત થતાં માલધારીઓની મુશ્કેલીમાં વધારો થયેલ છે ત્યારે વીજ કંપની તરફથી માલધારીઓને સહાય આપવામાં આવે તેવી માંગ ઉઠી છે

હળવદના ચુપણી ગામના વશરામભાઇ ભવાનભાઈ ભરવાડ અને મુન્નાભાઈ કલાભાઇ ભરવાડ પોતાની ગાયો અને ભેંસોને ચરાવવા માટે જતાં હતા ત્યારે વીજ કંપનીની ઇલેવન કેવીની લાઇનનો ચાલુ વાયર તૂટીને પડ્યો હતો અને તેને અબોલ જીવ ગાય અને ભેંસ અડકી જતાં ૨૧ દૂધાળા પશુના મોત થયા છે જેમાં ૧૬ ભેંસ અને ૫ ગાયનો સમાવેશ થાય છે અત્રે ઉલેખનીય છે કે, આ દૂધાળા પશુ આધારે બંને માલધારીઓના પરિવારનો નિર્વાહ ચાલતો હતો ત્યારે આ ઘટનાથી તે બંને પરિવાર ઉપર મોટી આફત આવી પડેલ છે ત્યારે બંને માલધારીઓને સરકાર તરફથી અને વીજ કંપની તરફથી સહાય આપવામાં આવે તેવી માંગ ઉઠી છે વધુમાં મળતી માહિતી મુજબ આ ઘટનામાં વસરામભાઈ ભવાનભાઈ ભરવાડની ૧૧ ભેંસ અને ૫ ગાયના મોત થયેલ છે જયારે મુન્નાભાઈ કલાભાઈ ભરવાડની ૫ ભેંસના મોત થયા છે






Latest News